Home » Gujarat » Bhuj » Gandhidham » શહેરને ધમરોળતા ભારે વાહનો, ટ્રાફીક વિભાગ ક્યારે જાગશે?

શહેરને ધમરોળતા ભારે વાહનો, ટ્રાફીક વિભાગ ક્યારે જાગશે?

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 04:10 AM

ઈફ્કોની બસ નંબર પ્લેટ વગર પણ નિ:સંકોચ આંટાફેરા મારે છે

  • શહેરને ધમરોળતા ભારે વાહનો, ટ્રાફીક વિભાગ ક્યારે જાગશે?

    શહેરની અંદરના માર્ગો પર અક્સ્માતો ન સર્જાય અને સામાન્ય લોકોને તકલીફ ન પડે તે માટે ભારે વાહનોની એન્ટ્રી પર દિવસભર પ્રતિબંધ રહે છે. પરંતુ તેને દાદ આપ્યા વિના ટ્રકો, ટ્રેઈલરો બેફામ સંકુલ અંદર ગમે તે સમયે ફરતા જોઈ શકાય છે. તો સ્ટાફ બસોની વધતી સંખ્યાથી પણ લોકોમાં કચવાટની લાગણી ઉભી થવા પામી છે.

    ગાંધીધામમાં ટ્રાફીક અને પાર્કીંગ સેન્સને લઈને લાંબી ચર્ચા છેડાતી રહે છે પરંતુ ભારે વાહનોને નો એન્ટ્રીની વર્ષો જુના નિયમની કોમન સેન્સને ચુસ્ત પણે પાલન કરવામાં તંત્ર સંદતર નિષ્ફળ ગયાનું વર્તમાન પરીસ્થીતી પરથી સ્પષ્ટ થાય છે. શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતા કંટ્રક્શન કાર્યોના કારણે ડમ્પર, ટ્રકો સંકુલ અંદરથી દિવસે કે રાત્રે બેરોકટોક જતા જોઇ શકાય છે. તો બીજી તરફ ઈફ્કોની બસ પણ નંબર પ્લેટ વગર દોડતી જોવા મળી હતી. સામાન્ય બાઈક ચાલકો પાસેથી પણ તમામ પ્રકારના નિયમોની પુર્તીની અપેક્ષા રખાતી હોય છે ત્યારે ભારે વાહનો કોઇ મોટો અકસ્માત સર્જે તેની રાહ જોવાતી હોય તેમ તંત્ર કોઇ ગંભીરતા તેમના માટે દાખવતુ પ્રતીત થતુ નથી.

    નિયમ વિરૂદ્ધ બેફામ ચાલતા વાહનો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ