• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • મોટી ખેડોઇની દુકાનમાંથી 6100નો અંગ્રેજી દારૂ પકડાયો, આરોપી ફરાર

મોટી ખેડોઇની દુકાનમાંથી 6100નો અંગ્રેજી દારૂ પકડાયો, આરોપી ફરાર

અંજાર તાલુકાના મોટી ખેડોઇમાં આવેલી ચિત્રકુટ સોસાયટીમાં આવેલી દુકાનમાંથી રૂ.6,100ની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડનો...

DivyaBhaskar News Network | Updated - Apr 09, 2018, 04:10 AM
મોટી ખેડોઇની દુકાનમાંથી 6100નો અંગ્રેજી દારૂ પકડાયો, આરોપી ફરાર
અંજાર તાલુકાના મોટી ખેડોઇમાં આવેલી ચિત્રકુટ સોસાયટીમાં આવેલી દુકાનમાંથી રૂ.6,100ની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડનો અંગ્રેજી શરાબ અંજાર પોલીસને હાથ લાગ્યો છે પણ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,મોટી ખેડોઇ ગામની ચિત્રકુટ સોસાયટીમાં સંજયસિંહ ઉર્ફે ભાણુભા મહેન્દ્રસિંહ રાઠોડની નવ બનાવેલી દુકાનમાં વેચાણ અર્થે રાખેલો અલગ-અલગ બ્રાન્ડનો રૂ.6,100ની કિંમતનો અંગ્રેજી શરાબની 12 બોટલ અને ક્વાર્ટર તેમજ 15 બિયરના ટીન અંજાર પોલીસે પાડેલા દરોડા દરમિયાન મળી આવ્યા હતા પરંતુ આરોપી સંજયસિંહ ઉર્ફે ભાણુભા નાસી ગયો હતો,એએસઆઇ વાલાભાઇ નારાણભાઇ આહીરની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી નાશી ગયેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. અહીં નોંધવું રહ્યું કે, સપ્તાહ પહેલા જ આર.આર. સેલની ટીમ દ્વારા અંજાર તાલુકાના સિનુગ્રા નજીકથી 53 લાખનો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડતાં ચકચાર મચી હતી.

X
મોટી ખેડોઇની દુકાનમાંથી 6100નો અંગ્રેજી દારૂ પકડાયો, આરોપી ફરાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App