• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ગાંધીધામમાં બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીધામમાં બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીધામમાં બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

DivyaBhaskar News Network

Apr 09, 2018, 04:10 AM IST
બ્રાહ્મણ સમાજના આધ્ય પરશુરામ ભગવાનની જન્મ જયંતી નિમીતે ગાંધીધામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિપ્ર સમાજના પરીવારો ઉપસ્થીત રહ્યા હતા.

અખીલ ભારતીય બ્રહ્મ સંગઠન દ્વારા શનિવારે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં આવેલા દીન દયાલ ટાઉનહોલ ખાતે આગામી સપ્તાહે આવી રહેલી પરશુરામ જન્મ જયંતિની ઉજવણીના ભાગ રુપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જગદીશ ત્રિવેદીએ હાસ્ય પીરસ્યુ હતંુ. તેમજ જીગર રાવલ અને હરીશ ગઢવીએ ભજનની રમઝટ બોલાવી હતી. આગામી તા.18/04 ના બુધવારે સવારે જન્મ જયંતીના ઉજવણીના ભાગરુપે શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે. કાર્યક્રમમાં મધુભાઈ ભટ્ટ, સમીપ જોષી, સુરેશભાઈ શુક્લા, વિપુલ મહેતા, ડો. નરેશ જોષી, રાજેશ ધારક , ચંદ્રેશ પંડ્યા, દુષ્યંત દવે, ભુપેન્દ્ર પંડ્યા, સંજય રાજગોર સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણ પરીવારો ઉપસ્થીત રહ્યા હતા. દર વર્ષે પરશુરામ જયંતીના ઉપલક્ષ્યમાં કાઢવામાં આવતી શોભાયાત્રાને કઇ રીતે વધુ સુંદર કરી શકાય તે માટેની ચર્ચા પણ કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

હાસ્ય કલાકારે માહોલ બાંધ્યો

X
ગાંધીધામમાં બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી