ગાંધીધામ પુરી એક્સપ્રેસમાંથી ચોર પકડાયો

ભ્રષ્ટાચારના આરોપો બાદ પણ કોઇ કાર્યવાહી નહીં દરેક ફાઈલ પર ફીક્સ alt145સંડ્રીalt39, મહિને કરાય છે હિસાબ

DivyaBhaskar News Network | Updated - Apr 09, 2018, 04:10 AM
ગાંધીધામ પુરી એક્સપ્રેસમાંથી ચોર પકડાયો
ગાંધીધામથી ટ્રેનમાં સવાર થતા પ્રવાસીઓ અવારનવાર તસ્કરોનો ભોગ બનતા રહે છે. પરંતુ ખુબ ઓછા કિસ્સાઓમાં ચોરાયેલો સામાન પરત મળે છે. ગાંધીધામ-પુરી એક્સપ્રેસમાંથી અમદાવાદ ખાતે પોલીસે એક ચોરને પકડયો હતો.

લાંબા રુટની ટ્રેનોમાંથી પર્સ અને મોબાઈલ ચોરી થઈ જતા હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. જેમાંથી મહતમ કિસ્સાઓમાં મોબાઈલ કે ચોરાયેલી વસ્તુઓ પરત મળવાની સંભાવનાઓ ખુબ ઓછી વર્તાતી હોય છે. પરંતુ તાજેતરમાં અમદાવાદ રેલવે સ્ટૅશનના પ્લેટફોર્મ નં 4 પર ગાંધીધામ પુરી એક્સપ્રેસમાંથી ઉતરતા શંકાસ્પદ લાગતા શખસને પોલીસે પકડી પાડ્યો હતો. જે રાત્રીના સમયે ચાલતી ટ્રેને લોકોના સામાનની ચોરી કરતો હતો. પોતાનું નામ રોશનમણી ત્રીપાઠી કહેતા યુપીના રહેવસી શખસે પુછપરછમાં એસી કોચમાં સુઈ રહેલી મહિલા યાત્રીનું પર્સ ચોર્યાનું, અમદાવાદ સ્ટૅશનના કોંકોર હોલમાંથી યાત્રીનું ટેબ્લેટ ચોર્યાનું કબુલ કર્યુ હતુ. તેની પાસેથી જે તે દિવસની પ્લેટફોર્મ ટીકીટ પણ મળી આવી હતી.

X
ગાંધીધામ પુરી એક્સપ્રેસમાંથી ચોર પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App