• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • કંડલા કસ્ટમના અધિકારીઓ પર મંત્રાલયની ગાજ ક્યારે?

કંડલા કસ્ટમના અધિકારીઓ પર મંત્રાલયની ગાજ ક્યારે?

કંડલા કસ્ટમના અધિકારીઓ પર મંત્રાલયની ગાજ ક્યારે?

DivyaBhaskar News Network

Apr 09, 2018, 04:10 AM IST

અગાઉ પણ અનેક વાર વિવાદોમાં રહિ ચુકેલા કંડલા કસ્ટમ વિભાગ પર પ્રશ્નો શમવાનું નામ નથી લેતા, અનેક નનામી અરજીઓ છતા તે પ્રકારની અરજીઓને ધ્યાને ન લેવાતી હોવાની વીજીલન્સ વિભાગની સ્પષ્ટતા બાદ હવે આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરવામાં આવી હોવાનું આધારભુત સુત્રોએ જણાવ્યુ હતુ.

આંતરીક આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર પીએમઓ, વીજીલન્સ, શીપીંગ મંત્રાલય, વીત મંત્રી અને ચેરમેનને પત્ર પાઠવી કંડલા અને મુંદ્રા કસ્ટમ વિભાગમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરરીતીઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. પત્રમાં જણાવાયુ છે કે સીએચએ તથા અન્ય વચેટીયા દ્વારા સમગ્ર સન્ડ્રીનો કારોબાર ચાલે છે તેમજ નોટબંધી બાદથી જે તે પેઢીઓ દ્વારા સબંધીત અધિકારીઓને દર મહિનેના હિસાબે વહિવટ કરવામાં આવે છે. ટીંમ્બર ક્ષેત્રમાં મોટા પ્રમાણે ગેરરીતી આચરવામાં આવી રહિ હોવાનું અને રાજનૈતિક સબંધોથી બેંકિંગ સર્કલ નજીક આવેલી ઓફીસથી આ વહિવટ કરાતા હોવાનું પણ ઉલ્લેખ કરાયો હતો. અહિ નોંધવુ રહ્યુ કે કંડલા કસ્ટમના અધિકારીનો રુપીયા લેતો વીડીયો વાઈરલ થયા બાદ અને તેમા સ્પષ્ટ રુપીયા લેતા હોવાનું દેખાતુ હોવા બાદ પણ તેના વિરુદ્ધ હજી સુધી કોઇ કાર્યવાહિ કરવાનું મન કસ્ટમ વિભાગે બનાવ્યુ નથી. સીબીઆઈની તપાસ, ડ્રગ્સ કૌભાંડ સહિતના કિસ્સાઓમાં ઝળકી ચુકેલુ કંડલા કસ્ટમ વધુ એક વાર ઝળકે તેવી પરીસ્થીતીઓ પેદા થઈ હોવાનું જાણકાર વર્તુળોનું કહેવુ છે. સુત્રોના દાવા અનુસાર કંડલા કસ્ટમની કામગીરીથી મંત્રાલય નાખુશ છે અને તે માટે મોટા પાયા પર ફેરબદલ થવાની સંભાવનાઓ જોવાઈ રહિ છે.

DRIની હજીરા જેવી કાર્યવાહી કચ્છમાં પણ?

અમદાવાદ ડીઆરઆઈએ ગત સપ્તાહે પીપાવાવ પોર્ટ પર કાર્યવાહી કરી ને જુના ફંક્શનલ ડીઝીટલ ડીવાઈસની તસ્કરીનો પર્દાફાશ કરી 10 કરોડની કિંમતનો મુદામાલ જપ્ત કરી કસ્ટમ હાઉસના એજંટ સહિત ત્રણની અટક કરી હતી. આ કાર્યવાહિમાં દસ કન્ટૅનરોને જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી ચારમાં મીસડિક્લેરેશન સાબીત થઈ ચુક્યુ છે. આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ પીપાવાવના અધિકારીઓની બદલીઓ કરવામાં તેજી આવી છે. માસ્ટર માઈન્ડ તરીકે કસ્ટમ હાઉસ એંજટ સ્પષ્ટ તરી આવ્યો છે ત્યારે ગાંધીધામમાં કસ્ટમ હાઉસ એજંટોની ભુમીકા પર પણ અગાઉ પ્રશ્નો ઉઠી ચુક્યા છે. ચકચારી મુંદ્રા કસ્ટમ ડેપ્યુટી કમીશ્નર લાંચ પ્રકરણમાં પણ સીએચએની ભુમિકા સ્પષ્ટરુપે બહાર આવી હતી.

X
કંડલા કસ્ટમના અધિકારીઓ પર મંત્રાલયની ગાજ ક્યારે?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી