Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામમાં જાયન્ટ સ્વરુપ ધારણ કરી ચુકેલી શીપીંગ પેઢી કંડલા

ગાંધીધામમાં જાયન્ટ સ્વરુપ ધારણ કરી ચુકેલી શીપીંગ પેઢી કંડલા

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:05 AM

ગાંધીધામમાં જાયન્ટ સ્વરુપ ધારણ કરી ચુકેલી શીપીંગ પેઢી કંડલા પોર્ટનું સંપુર્ણ સંચાલન ચલાવતી હોય તે રીતેનું...

  • ગાંધીધામમાં જાયન્ટ સ્વરુપ ધારણ કરી ચુકેલી શીપીંગ પેઢી કંડલા

    ગાંધીધામમાં જાયન્ટ સ્વરુપ ધારણ કરી ચુકેલી શીપીંગ પેઢી કંડલા પોર્ટનું સંપુર્ણ સંચાલન ચલાવતી હોય તે રીતેનું વર્તન જમીન સ્તર પર જોવા મળતુ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સુત્રોએ જણાવ્યા અનુસાર બેફામ રીતે કોલસાના જથ્થાને બાર્જ પર નાખવો અને દરેક નાની મોટી બાબતે પોતાનો કક્કો ચલાવવાનો દુરાગ્રહ રખાતો હોવાથી નાની પેઢીઓમાં રોષની લાગણી જન્મવા પામી છે.

    સુત્રોના જણાવ્યા અનુસાર ખાનગી બાર્જો ધરાવતી જાયન્ટ શીપીંગ પેઢી દ્વારા મનમાનું વલણ અખત્યાર કરીને મનફાવે તે રીતનો વહિવટ પોર્ટ પર હેંડલીગ ગતીવીધીમાં કરવામાં આવી રહ્યો છે. દરેક પોર્ટ યુઝરને અલગ વજન કાંટો અપાયો છે છતા જાયન્ટ શીપીંગ પેઢીઓ દ્વારા વિસ્તારોમાં દબાણ સર્જવામાં આવે છે, અને જેટીને નુકશાન થાય તે રીતનો વહિવટ આચરવામાં આવે છે. ઉપરાંત નવલખી જથ્થો લઈ જઈ ચોરી કરાતી હોવાના આક્ષેપ પણ ઉઠવા પામ્યા છે. કરવામાં આવી રહેલા દાવા અનુસાર અગાઉ પોર્ટ ઓથોરીટીમાં એક વિભાગે તેમની નિયમો વિરુદ્ધની કાર્યપ્રલાણી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો તો તેમણે મોટા અધિકારીઓ વડે દબાણ કરાવી તેમને ચુપ કરાવી દીધા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending