તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આદિપુરમાં પેટના દુ:ખાવાની સારવારથી યુવકનું મોત, હંગામો

આદિપુરમાં પેટના દુ:ખાવાની સારવારથી યુવકનું મોત, હંગામો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરખાતે પેટના દુ:ખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ ગયેલા યુવાનની સારવાર બાદ હાલત વધુ બગડી હતી અને અન્યત્ર લઇ જવાતાં ત્યાં યુવકે જાન ગુમાવી દીધો હતો.

કિડાણા સોસાયટીમાં રહેતા અજય દેવજી દાફડા (ઉ.-19) પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે આદિપુરની સતરવાળીમાં આવેલી ડો. ભાવિક ઠક્કરની સાંઇ હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં હોમીયોપેથી તબીબે તેને દવા આપી, એસીડીટી દુર કરવાના બીસ્કીટ આપ્યા બાદ યુવકની તબીયત બગડી જતાં તેને ડિવાઇન લાઇફ લઇ જવામાં આવ્યો હતો.

જ્યાં સારાવર મળે એથી પહેલાં તેને મૃત જાહેર કરવામા઼ આવતાં, યુવકના પરિવારજનો ઉશ્કેરાઇને ડો. ઠક્કરની હોસ્પિટલ પહોંચ્યા હતા જેના પગલે તબીબ સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પાછળ મૃતકના પરિજનો પોલીસ મથકે પહોંચ્યા હતા.

બાદમાં પી.એમ. દરમ્યાન, વિસેરા લઇ રાજકોટ મોકલવામાં આવશે જેના રીપોર્ટ બાદ તબીબની સારવારમાં ખામી છે કે નહી તે નક્કી થતાં, આગળની તપાસ નિર્ણાયક તબક્કે પહોંચશે એમ તપાસનીશ પોસઇ ચૌહાણે જણાવ્યું હતું.

વિસેરાનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે

અન્ય સમાચારો પણ છે...