તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં RTI એક્ટિવિસ્ટની કાર સળગાવાઇ

ગાંધીધામમાં RTI એક્ટિવિસ્ટની કાર સળગાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામખાતે આરટીઆઇના માધ્યમથી લડત ચલાવતા જીલુભાઇ સોઢિયાનો પરિવાર ભારતનગરની ગીતા સોસાયટીમાં આવેલા તેમના રહેણાક મકાનમાં કોઇ પુરૂષ હાજર હોવા છતાં 3 શખ્સોએ ઘરની મહિલાઓને ગાળાગાળી સાથે ધાકધમકીઓ આપી બહાર પાર્ક કરેલી કાર સળગાવી નાસી ગયા હતા. બાદમાં બનાવ સંબંધે ભાવનાબેન રતિલાલ સોઢિયાએ લખાવેલી ફરિયાદ અનુસાર મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે રાણાભાઇ આહિર, પરમારભાઇ અને ત્રીજો એક અજાણ્યો ઇસમ કોઇ વાહનથી ઘરે આવ્યા હતા અને દરવાજો ખટખટાવ્યો હતો અને બાદમાં પુરુષોને બહાર કાઢવા ધમકીઓ આપી હતી, કોઇ હાજર હોવાનું કહેવાતાં શખ્સોએ અરજીઓ પાછી ખેંચી લેવા ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...