Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામમાં ટેમ્પોમાંથી ડિઝલ ચોરી કરતા બે પકડાયા

ગાંધીધામમાં ટેમ્પોમાંથી ડિઝલ ચોરી કરતા બે પકડાયા

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:05 AM

ગાંધીધામમાં પાર્ક થયેલા વાહનમાંથી ડિઝલ ચોરી કરી રહેલા શખ્સોને પોલીસ પકડી પાડી જેલના હવાલે કરી નાખ્યા હતા....

  • ગાંધીધામમાં ટેમ્પોમાંથી ડિઝલ ચોરી કરતા બે પકડાયા
    ગાંધીધામમાં પાર્ક થયેલા વાહનમાંથી ડિઝલ ચોરી કરી રહેલા શખ્સોને પોલીસ પકડી પાડી જેલના હવાલે કરી નાખ્યા હતા. તેલચોરીની ઘટનાઓને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પગલા ભરવમાં આવી રહ્યા છે.

    ગાંધીધામમાં પાર્ક થયેલા આઇસર જ્ટેમ્પોમાંથી ડિઝલ ચોરી કરી રહેલા બે શખસોને એ-ડિવિઝન પોલીસે પકડ્યા હતા.આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ ગાંધીધામની આશાપુરા ઇન્ટરનેશનલ હોટલ પાસે પાર્ક થયેલા જીજે-04-એટી-7116 નંબરના આઇસર ટેમ્પોમાંથી ટેમ્પોમાંથી ડિઝલ ચરી કરતા ભારતનગરમાં રહેતા રોનક પ્રવીણભાઇ ઠક્કર અને ખારી રોહરના અકબર જુસબ પઠાણને પોલીસે પકડી લીધા હતા,તેમણે 55 લીટર ડિઝલ ચોર્યું હતું તેમાંઢથી કટલુંક ઢોળી નાખ્યું હોવાની વબત કરી હતી.પકડાયેલા બન્ને વિરૂધ્ધ ટેમ્પો માલિક મુખ્તારખાન ઇકબાલખાને ફરિયાદ નોંધાવી છે.અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામ ઔદ્યોગિક એકમ છે અને પોર્ટ પણ આવેલો છે ત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મોટાપાયે ધમધમતો હોવાથી મોટા પ્રમાણમાં ડિઝલચોરીઓ થતી હોવાના બનાવો બહાર આવે છે.આ ડિઝલ ચોરીના વધતા બનાવો વાહન માલિકો માટે માથાનો દુખાવો બની ગયા છે ત્યારે આ બાબતે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને તંત્રની પણ સતત નજર રહે તે જરૂરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending