Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ATM ચાર્જીસ બે વાર કપાઈ જતા ફરીયાદ

ATM ચાર્જીસ બે વાર કપાઈ જતા ફરીયાદ

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:05 AM

ગાંધીધામની મુખ્ય માર્કેટમાં આવેલી બ્રાંચના ખાતેદારે એકજ એટીએમ હોવા છતા બેના ચાર્જ કપાઈ ગયા હતા. જેનો ચાર્જ ફરી...

  • ATM ચાર્જીસ 
 બે વાર કપાઈ જતા ફરીયાદ
    ગાંધીધામની મુખ્ય માર્કેટમાં આવેલી બ્રાંચના ખાતેદારે એકજ એટીએમ હોવા છતા બેના ચાર્જ કપાઈ ગયા હતા. જેનો ચાર્જ ફરી જમા કરી દેવાની ગુહાર બેંકમાં તેમણે લગાવી હતી, પરંતુ બેંક દ્વારા તે બાબતને અણસુની કરી તમામ ઓટોમોટીક હોવાનું જણાવ્યુ હતુ. ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા પટૅલ દિલીપ દ્વારા ગાંધીધામ એસબીઆઈ શાખાના મેનેજરને પત્ર પાઠવી જણાવ્યુ હતુ કે રુ. 147.50 એક વારના એટીએમના બે વાર ચાર્જીસ કટ કરવામાં આવ્યા છે. અહિ નોંધવુ રહ્યુ કે બેંકિંગ ચાર્જીસમાં અનેકવાર ગ્રાહકોને સમસ્યાઓ સર્જાતી હોવાની રાવ ઉઠતી રહે છે. નાની મોટી રકમના કારણે સામાન્ય રીતે લોકો બાબતને ટાળતા હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending