Home » Gujarat » Bhuj » Gandhidham » પાલિકા પ્રમુખની સુચનાના પગલે કામ અટકાવાયું : રહીશોમાં રોષ

પાલિકા પ્રમુખની સુચનાના પગલે કામ અટકાવાયું : રહીશોમાં રોષ

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:05 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કામોમાં કેટલાક કામોમાં કંઇકને કંઇક વાદવિવાદ ઉભા થતા હોય છે....

  • પાલિકા પ્રમુખની સુચનાના પગલે કામ અટકાવાયું : રહીશોમાં રોષ
    ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કામોમાં કેટલાક કામોમાં કંઇકને કંઇક વાદવિવાદ ઉભા થતા હોય છે. કારોબારી સમિતિ દ્વારા ઓસ્લો ગોલાઇથી ગાયત્રી મંદિર થઇને ગોપાલપુરી સુધીના રોડ ડબલ પટ્ટી કરવા માટે અંદાજે 80 લાખના ખર્ચે કામ મંજુર કરવામાં આવ્યું છે. આ કામના વર્કઓર્ડર અપાયા પછી એજન્સી દ્વારા એક સાઇડ રસ્તાનું ખોદાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સામેની સાઇડ પણ કામગીરી શરૂ કરવામાં આવતા પ્રમુખએ આ કામ અટકાવી દેતા આ વિસ્તારના રહીશોમાં રોષની લાગણી જન્મી છે. કોમર્શિયલ વિસ્તાર ગણીને કામ અટકાવવામાં આવતા હવે આ કામના મુદે ભાજપમાં અંદરોઅંદર બે જૂથ વચ્ચે આગામી દિવસોમાં ઠંડુ યુધ્ધ ખેલાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

    સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કારોબારી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલી ડબલ પટ્ટીના રોડની કામગીરીમાં ઓસ્લો ગોલાઇથી લીલાશા તરફ જવાના રસ્તા પર હાલ જમણી સાઇડના રસ્તાનું કામ ખોદાણ કરીને શરૂ કરવામાં આવ્યું છે જ્યારે ડાબી સાઇડ કેટલાક લોકોના ઘર હોવાથી એક યા બીજા કારણોસર આ સાઇડનું કામ ન કરવા માટે પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ સુચના આપતા વહીવટી તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે. કયા કારણોસર આ સુચના આપવામાં આવી છે તે અંગે આ વિસ્તારના જ જે લોકોને સુવિધા નહી મળે તેવી હાલ ઉભી થયેલી સ્થિતિના કારણે અનેકવિધ અટકળો કરી રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા વિકાસના કામો કરવા માટે પગલા ભરવામાં આવે છે અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહીતના આગેવાનો કોઇપણ ભોગે જે તે વિસ્તારનો વિકાસ થાય તે માટે કટીબધ્ધ બને છે ત્યારે આવા સંજોગોમાં શરૂ કરવામાં આવેલું કામ એક સાઇડનું અટકાવીને કામ ન કરવા દેવા માટે જણાવવામાં આવ્યા પછી આ સુચનાના મુદે ભાજપમાં હાલ કમઠાણ શરૂ થઇ ગયું છે. પાલિકાના સીટી ઇજનેર પ્રકાશ જુરાણીએ જણાવ્યું છે કે પ્રમુખએ કામ અટકાવવા માટે સુચના આપી છે. જ્યારે પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાના જણાવ્યા મુજબ અન્ય કોમર્શીયલ સહીતના વિસ્તારમાં કામ કરવા માટે જણાવ્યું છે.

    ગાયત્રી મંદિર ડબલ રોડનું અડધા કરોડથી વધુનું કામ ઘોંચમાં પડ્યું

    એસ્ટીમેટ બનાવતી વખતે કેમ ધ્યાન ન રખાયું

    જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અને આ વિસ્તારના રહીશોની લાગણી મુજબ જે તે સમયે એસ્ટીમેટ બનાવવામાં આવ્યા હતા ત્યારે પાલિકાએ કેમ ધ્યાન ન રાખ્યુ. ઓસ્લોથી લીલાશાહ તરફ જવાના જમણી સાઇડના રસ્તે રહેણાંકો આવી રહ્યા છે. હવે આ કામ અટકી ગયા પછી જો પુર્ણ કરવામાં નહી આવે તો જમણી સાઇડમાં ડબલ પટ્ટી થશે જ્યારે ડાબી સાઇડમાં કામ ન થાય તો સિંગલ પટ્ટી જ રહેશે. એટલે કે રોડ પહોળો થઇ નહી શકે અને રોડની અસમાનતા ઉભી થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending