• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • અપનાનગરમાં 35000ની ઘરવખરી તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ

અપનાનગરમાં 35000ની ઘરવખરી તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ

ગાંધીધામની રેલવે કોલોનીમાં બનેલા ચોરીના બનાવના બીજા જ દિવસે અપનાનગરના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.35000ની ઘરવખરી ઉપાડી...

DivyaBhaskar News Network | Updated - Mar 13, 2018, 04:05 AM
અપનાનગરમાં 35000ની ઘરવખરી તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ
ગાંધીધામની રેલવે કોલોનીમાં બનેલા ચોરીના બનાવના બીજા જ દિવસે અપનાનગરના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.35000ની ઘરવખરી ઉપાડી ગયા હોવાની ફરિયાદ એ-ડિવિઝનમાં નોંધાઇ છે. અપનાનગરના બી-14માં રહેતા ઓમનાબેન ગોપીનાથ નાયરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,તા. 6 માર્ચના રાત્રે 12 વાગ્યાથી સવારે 7 વાગ્યાના આરસામાં ઘર બંધ ભાળી તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઘરમાંથી ગેસનો ચુલો,બાટલો,ટીવી,ઇનવર્ટર સહિતની કુલ રૂ.35000ની ઘરવખરી ઉપાડી ગયા હતા. ગેસના બાટલા,ટીવી,ઇનવર્ટર જેવી વખરી ઉપડી ગઇ હોવાથી તસ્કરો વાહન લઇ સજ્જ થઇને આ બનાવને ઐજામ આપ્યો હોવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ગાંધીધામ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી બનેલી સામુહિક ચોરીઓની ઘટના બાદ એલસીબીએ આદીપુરમાં ચોરીને અંજામ આપી રહેલી સશસ્ત્ર નેપાળી ગેંગને પકડી હતી પરંતુ તેમ છતાં ત્યારબાદ થયેલી ચોરીના બનાવોનો તાગ હજી સુધી પોલીસ મેળવી શકી નથી ત્યા઼ રેલવે કોલોનીમાં માત્ર 50 મિનિટમાં જ 4 લાખના દાગીના તસ્કરો ઉઠાવી ગયાનો તેમજ અપનાનગરના બંધ મકાનમાંથી 35,000ની ઘરવખરી ચોરી ગયા હતા.

બહારથી આવતા લોકોની ઓળખ પોલીસમાં ફરજિયાત કરાવો

ચોરીના વધતા બનાવો બાદ પોલીસ દ્વારા અપીલ કરાઇ છે સંકુલમાં પોર્ટ છે,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે છે,અનેકબ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યારે ભારતના અનેક રાજ્યોમાંથી રોજગાર અર્થે લોકો અહીં આવી વસે છે ત્યારે બહારથી આવતા લોકોની તમામ ઓળખ પોલીસમાં ફરજિયાત નોંધાવવી જરૂરી છે અને દરેક લોકો આ પ્રક્રિયામાં સહકાર આપે તેવી અપીલ કરી છે.

X
અપનાનગરમાં 35000ની ઘરવખરી તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App