Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » રોડના નબળા કામ બદલ 2.30 કરોડનું પેમેન્ટ અટકાવવા માંગણી

રોડના નબળા કામ બદલ 2.30 કરોડનું પેમેન્ટ અટકાવવા માંગણી

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:05 AM

14માં નાણાંપંચની ગ્રાંટમાંથી શ્યામ કૃષ્ણ વર્મા માર્ગથી ઓમ મલ્ટીપ્લેકસ સુધીના રોડને હોટમિક્સ પેવર પ્લાન્ટ અને...

  • રોડના નબળા કામ બદલ 2.30 કરોડનું પેમેન્ટ અટકાવવા માંગણી
    14માં નાણાંપંચની ગ્રાંટમાંથી શ્યામ કૃષ્ણ વર્મા માર્ગથી ઓમ મલ્ટીપ્લેકસ સુધીના રોડને હોટમિક્સ પેવર પ્લાન્ટ અને ફીનીશરથી ડામર કરીને ડીવાઇડર નાંખવા તથા સુંદરપુરી હેડ વોટર વર્કસથી મહેશ્વરીનગર ચાર રસ્તા, ધણી માતંગ દેવ રોડ સુધી ના પેવર બ્લોકના કામની ગુણવત્તાના મુદે પાલિકાના ચીફ ઓફીસરને રજુઆત કરવામાં આવ્યા છતાં કોઇ જ કામગીરી કરવામાં આવી નથી. પ્રમુખને પણ રજુઆત કરીને પગલા ભરવા માંગણી કરી છતાં પગલા ભરાયા નથી. આ મુદે ભાજપના જ નગરસેવક દ્વારા અવાજ ઉઠાવીને જીલ્લા કલેકટરને પત્ર પાઠવી સદર વિવાદમાં 2.30 કરોડનું પેમેન્ટ અટકાવવા માટે માંગણી કરતા પાલીકાના વર્તુળોમાં ગરમી આવી ગઇ છે.

    વોર્ડ નં. 9 ના ભાજપના નગરસેવક ખીમજીભાઇ તેજાભાઇ રોલાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ઉપરોક્ત કરવામાં આવેલા કામોમાં ગણેશ કન્સ્ટ્રકશન દ્વારા કામની ગુણવત્તા તથા પ્લાન્ટ એસ્ટીમેટ મુજબ થતું ન હોવાના મુદે રજુઆત કરવામાં આવી હતી. કામની ગુણવત્તા તેમજ પ્લાન એસ્ટીમેટ મુજબ કામ થતું ન હોવા મામલે કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા ચીફ ઓફીસર તેમજ પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાને તા. 17 જાન્યુઆરીના રોજ લેખીત રજુઆત પણ કરી છતાં તે રસ્તાનું કામ અતિ નબળી હાલતમાં ચાલુ રાખવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર આદરી ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી તપાસ કરાવી ટેકનીકલ અભિપ્રાય મેળવીને કાર્યવાહી કરવા ભાર મુકવામાં આવ્યો છે.

    પાલિકામાં ચાલતી ગોબાચારી

    પાલિકાના કેટલાક કામોમાં મોટા પાયા પર ગોબાચારી ચાલી રહી હોવાનો આક્ષેપ અવારનવાર ઉઠી રહ્યો છે. કેટલીક એજન્સીઓ દ્વારા કરવામાં આવતા કામોની ગુણવત્તાના મુદે પણ ચર્ચાઓ ઉઠે છે પરંતુ રજુઆત કરવામાં આવ્યા છતાં પણ પગલા ભરાતા નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending