કાર્ગોમાં સામાન્ય બાબતે છરીથી હુમલો

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં માર્ગ ક્રોસ કરતા સમયે બાઈક ચાલકની અડફેટૅ આવી જતા સ્થાનીકો અને બાઈક ચાલક વચ્ચે...

DivyaBhaskar News Network | Updated - Mar 13, 2018, 04:05 AM
કાર્ગોમાં સામાન્ય બાબતે છરીથી હુમલો
ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં માર્ગ ક્રોસ કરતા સમયે બાઈક ચાલકની અડફેટૅ આવી જતા સ્થાનીકો અને બાઈક ચાલક વચ્ચે વિખવાદ સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર રોષમાં આવી કોઇ શખ્સે છરી કાઢીને યુવકને અડાવી દેતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના સમયે લોહી પડતુ જોઇ ઉપસ્થીત સહુમાં ભાગાભાગી થઈ ગઈ હતી. સોમવારના મોડી સાંજે બનેલી ઘટનામાં મીત વોરા પોતાની બાઈક પર કંડલા તરફ જઈ રહ્યો ત્યારે સ્થાનીક શખ્સ અડફેટૅ આવી પડી જતા બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાઈ ગયેલા શખ્સે છરી દેખાડી મારી દઈ ભાગી છુટ્યો હતો. યુવકે હોસ્પીટલમાં રાત્રે સારવાર લઈ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા તજવીજ હાથ ધરી હોવાનું ઘરના સભ્યોએ જણાવ્યુ હતુ.

X
કાર્ગોમાં સામાન્ય બાબતે છરીથી હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App