ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» લાખોના ખર્ચે એરપોર્ટ રોડ બનાવવામાં આવ્યા બાદ ગાબડા પડયા

    લાખોના ખર્ચે એરપોર્ટ રોડ બનાવવામાં આવ્યા બાદ ગાબડા પડયા

    DivyaBhaskar News Network | Last Modified - Mar 13, 2018, 04:05 AM IST

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કામોમાં કેટલાક કામો ઉડીને આંખે વળગે તેવી સ્થિતિમાં છે પરંતુ કેટલાક...
    • લાખોના ખર્ચે એરપોર્ટ રોડ બનાવવામાં આવ્યા બાદ ગાબડા પડયા
      લાખોના ખર્ચે એરપોર્ટ રોડ બનાવવામાં આવ્યા બાદ ગાબડા પડયા
      ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કામોમાં કેટલાક કામો ઉડીને આંખે વળગે તેવી સ્થિતિમાં છે પરંતુ કેટલાક કામો નબળા હોવાના કારણે વાદવિવાદ થાય છે. ફરિયાદ પછી પાલિકા દ્વારા થાગડ થિગડની નીતિ અપનાવવામાં આવી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે એરપોર્ટ રોડ બનાવવામાં આવ્યો ત્યાં ખાડા પડી જતા નાગરીક દ્વારા રજુઆત કરવામાં આવી હતી. રજૂઆત પછી એજન્સીએ પણ સ્વીકાર્યુ કે ખાડા પડી ગયા છે અને તેની મરામત કરી દેવાશે.

      જાણકારોના જણાવ્યા મુજબ પાલિકામાં પ્રજાના પૈસાનો કેટલીક વખત વેડફાટ કરવામાં શાસકો પાછી પાની કરતા નથી. ગત બોડી વખતે અંદાજે 50 લાખથી વધુના ખર્ચે રોટરી સર્કલથી હીરાલાલ પારખ સર્કલ સુધીનો રોડ બનાવીને ડીવાઇડર નાંખવામાં આવ્યા હતા. વર્તમાન બોડી દ્વારા હીરાલાલ પારખ સર્કલથી એરપોર્ટ સુઘીના રોડનું વાઇડનીંગ કરી હોટમિક્સ પેવર પ્લાન્ટથી ડામર કામ કરવામાં આવ્યું છે. આ રોડ બનાવવામાં આવ્યા પછી ઠેક ઠેકાણે ગાબડા પડી જતા નાગરિક રવિન્દ્ર સબ્બરવાલએ ફરિયાદ કરી હતી. તેના અનુસંધાને પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટીસ પણ પાઠવી હતી અને આખરે એજન્સી આર.ટી. પેવર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્ય અધિકારીને પત્ર પાઠવીને ડામર કામમાં બે ચાર જગ્યાએ ખાડા પડયા છે તે રીપેર કરી દેવાશે તેમ જણાવ્યું છે. તેમાં એવું પણ હાલ જણાવ્યુ છે કે કામદારો હોળીની ઉજવણી માટે વતન ગયા છે જેથી મોટા ભાગની એજન્સીના પેવર પ્લાન્ટ બંધ છે. કામદારો પરત આવ્યા બાદ આ પેવર પ્લાન્ટ શરૂ થતા સૌપ્રથમ રોડ પરના ખાડાઓ રીપેર કરી દેવાશે.

      જાગૃત નાગરિક દ્વારા ધ્યાન દોરીને રજુઆત કરવામાં આવી

      નવો નક્કોર બનાવેલો રોડ બિસ્માર બનતાં તેની મરંમત કરવામાં આવશે

      ત્રણ વર્ષની ગેરંટીનો પીરીયડ હોય છે

      જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ રસ્તા બનાવવામાં આવે છે તેમાં જે તે એજન્સી ત્રણ વર્ષ માટે બંધાયેલી હોય છે. આ સમયગાળા દરમ્યાન રસ્તો તુટી જાય કે ગાબડા પડી જાય તો તેની મરમ્મત એજન્સીએ પોતાના ખર્ચે કરવાની હોય છે. આમ છતાં શહેરના કેટલાય વિસ્તારોમાં હોતી હે ચલતી હે ની નીતિ અપનાવવામાં આવતી હોય છે અને રસ્તા બનાવ્યા પછી કોઇ અડચણ આવે તો ધ્યાન પણ અપાતું નથી.

      નોટીસ આપીને પાલિકા નિંદ્રાધીન થઇ જાય છે

      પાલિકા દ્વારા કરાતા લાખોના કામોમાં ફરિયાદો પણ ઉઠે છે. હીરાલાલ પારખ સર્કલથી સંતોષીમાં મંદિર ચાર રસ્તાનું કામ અંદાજે 1 કરોડના ખર્ચે અપાયા પછી કામગીરી કરવામાં પણ વિલંબ થયો હતો અને નબળું કામ જણાતા કામ અટકાવી દેવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી ગમે તે થયું હોય કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. આવી જ રીતે હીરાલાલ પારખ સર્કલથી સુંદરપુરી અને સુંદરપુરીથી પોલીસ સ્ટેશન સુધીના અંદાજે સવા કરોડના રોડના કામમાં પણ નબળા કામની ફરિયાદ ઉઠી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: લાખોના ખર્ચે એરપોર્ટ રોડ બનાવવામાં આવ્યા બાદ ગાબડા પડયા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top