Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુર ગ્રુપ શાળાના રીપેરીંગ કામમાં ગેરરીતીનો આક્ષેપ

આદિપુર ગ્રુપ શાળાના રીપેરીંગ કામમાં ગેરરીતીનો આક્ષેપ

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

આદિપુર પ્રાથમિક શાળા વિધાર્થી વાલી મંડળ દ્વારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર પાઠવી રજુઆત કરાઈ છે...

  • આદિપુર ગ્રુપ શાળાના રીપેરીંગ કામમાં ગેરરીતીનો આક્ષેપ

    આદિપુર પ્રાથમિક શાળા વિધાર્થી વાલી મંડળ દ્વારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર પાઠવી રજુઆત કરાઈ છે કે આદિપુરની શાળામાં જે રીપેરીંગ કામ કરવામાં આવ્યુ છે તેમાં મોટા પ્રમાણમાં ગેરરીતી આચરાઈ છે અને ઠેકેદારે તેનું નિરીક્ષણ કરવાની તસ્દી પણ લીધી નથી. જે અંગે અગાઉ ફરીયાદ બાદ પણ ધ્યાન આપવામાં આવ્યુ નથી.

    આદિપુરની ગ્રુપ કન્યા શાળામાં ગતવર્ષે ઈન્ટરલોક તેમજ ચાઈના મોજેકનું કામ કરવામાં આવ્યુ હતુ. જે અંગે આદિપુર વિધાર્થી વાલી મંડળના પ્રમુખ અશોક રાવલ અને મહામંત્રી નારણ લોચાએ શિક્ષણાધિકારીને રજુઆત કર્યા બાદ પણ કોઇ કાર્યવાહિ કરવામાં આવી નહતી. જે સંદર્ભે મંડળ દ્વારા ફરી પત્ર પાઠવી જે તે કાર્યમાં સુધારો કરવા અને સરકારના રુપીયાનો આ રીતે થતા દુવ્યવને બંધ કરવાની રજુઆત કરી હતી. તેમણે જણાવ્યુ છે કે સબંધિત ઠેકેદારે કોઇ કામ અંગે શાળામાં તપાસ કે નિરીક્ષણ કરવાની તસ્દી પણ લીધી નથી. જેથી સબંધીત અધિકારી અને ઠેકેદાર સામે પગલા ભરાય તે જરુરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending