ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામ સંકુલમાં દુધમાં પાણીની ભેળસેળ કરાયાનું રીપોર્ટમાં તારણ

    ગાંધીધામ સંકુલમાં દુધમાં પાણીની ભેળસેળ કરાયાનું રીપોર્ટમાં તારણ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 18, 2018, 04:05 AM IST

    ખાદ્ય સામગ્રીમાં ચીજ વસ્તુની ભેળસેળના મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. સંકુલમાં નગરપાલિકાના ફુડ વિભાગ...
    • ગાંધીધામ સંકુલમાં દુધમાં પાણીની ભેળસેળ કરાયાનું રીપોર્ટમાં તારણ
      ગાંધીધામ સંકુલમાં દુધમાં પાણીની ભેળસેળ કરાયાનું રીપોર્ટમાં તારણ
      ખાદ્ય સામગ્રીમાં ચીજ વસ્તુની ભેળસેળના મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. સંકુલમાં નગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા જોઇએ તેવા પગલા ભરવામાં આવતા નથી. માત્ર એક અધિકારી દ્વારા સમગ્ર વહીવટ ચલાવવામાં આવતો હોય છે. વાર-તહેવારે ખાદ્ય સામગ્રીના નમૂના લઇને સંતોષ માનવામાં આવે છે. તાજેતરમાં ગાંધીનગરથી આવેલી મોબાઇલ વાન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાર સ્થળ પર દુધમાં પાણીને ભેળસેળ જણાઇ આવતાં તેની સામે પગલા ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાઇ રહ્યું છે.

      સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીનગરની ફુડ વિભાગની ફુડ સેફ્ટી એન્ડ ઓન વ્હીલ્સ વેનનું ગઇકાલે આગમન થયું હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરેલી આ વેનમાં રહેલા અધિકારીઓએ ચકાસણીની કામગીરી હાથ ધરી હતી. 50થી વધુ નમુના લેવામાં આવ્યા હતા. સાથે સાથે ચકાસણીની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામની બે દૂકાનોના ચાર દુધના નમુના લેવામાં આવતા દુધ સાથે પાણી મિશ્ર કર્યું હોવાનું જણાઇ આવ્યું હતું. ખાદ્ય સામગ્રીમાં થઇ રહેલા ભેળસેળને રોકવા માટે પાલિકાનું ફુડ વિભાગ ઉંઘતું રહે છે તે ફરી એક વખત સાબિત થઇ ગયું છે. કરવામાં આવેલી આ કાર્યવાહી પછી રીપોર્ટ સોંપીને જવાબદારો સામે પગલા ભરવા માટે અને જરૂર પડયે કેસ કરવા માટે આગામી દિવસોમાં કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

      ફુડ વિભાગે અગાઉ દુધના નમૂના લીધા હતા

      ગાંધીધામના એક વિસ્તારમાં ફુડ વિભાગ દ્વારા અંદાજે 6 મહિના અગાઉ દુધના નમૂના લીધા હતા. જેમાં નમૂનામાં મિશ્રણ જણાઇ આવતાં દુકાનદાર સામે કેસ કરવામાં આવ્યો હતો. જોકે, ચકાસણીની કામગીરી લાંબા સમય સુધી ચાલતી હોય છે. ત્યાર બાદ આવેલી સૂચના પછી ભેળસેળ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં કેસ પણ કરવામાં આવે છે. પરંતુ ગાંધીધામ-આદિપુરમાં જોઇએ તેવી કામગીરી થતી નથી. માત્ર દિવાળી કે અન્ય તહેવારોના સમયે કેટલાક નમૂના લેવામાં આવતા હોય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામ સંકુલમાં દુધમાં પાણીની ભેળસેળ કરાયાનું રીપોર્ટમાં તારણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `