પોસ્ટ ઓફિસ પાસેના દબાણ દૂર કરવા ઓપરેશન

ગાંધીધામ નગરપાલિકા દ્વારા સમયાંતરે પગલા ભરવામાં ન આવતાં દબાણકારોએ મોકળું મેદાન મળી રહ્યું છે. શહેરના જુદા...

DivyaBhaskar News Network | Updated - Feb 18, 2018, 04:05 AM
પોસ્ટ ઓફિસ પાસેના દબાણ દૂર કરવા ઓપરેશન

ગાંધીધામ નગરપાલિકા દ્વારા સમયાંતરે પગલા ભરવામાં ન આવતાં દબાણકારોએ મોકળું મેદાન મળી રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં થઇ રહેલા દબાણ બાબતે ફરિયાદ કરવામાં આવ્યા છતાં કેટલાક કિસ્સામાં અધિકારી વર્ગની ઢીલી નીતિને કારણે દબાણકારોનો રાફડો ફાટ્યો છે. કેટલાક કિસ્સામાં વધુ પડતું પ્રેસર આવ્યા પછી દબાણ દૂર કરવું પડે તેવી સ્થિતિ હોય ત્યારે પગલા ભરવાનું પાલિકા મન બનાવતી હોય છે. મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે સેન્ટર આઇબીની કચેરી આવેલી છે. તેની આસપાસના વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા છે. આ દબાણ દૂર કરવા માટે દબાણ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત માગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પાલિકાના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં દબાણની સંખ્યા વધી રહી છે. કુદકેને ભુસકે વધી રહેલા દબાણ દૂર કરવા માટે પાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવતી નથી તે હકીકત છે. કેટલાક કિસ્સામાં તો દબાણકારોને કાનૂની માર્ગ મળી રહે તેવી નીતિ પણ અગાઉ અપનાવવામાં આવી હતી અને કાનૂની ગૂંચવણો ઉભી કરવામાં આવી હતી. મુખ્ય પોસ્ટ ઓફિસ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ કરવામાં આવ્યું છે. આ અંગે પાલિકાના ધ્યાનમાં આવતાં દબાણ હટાવવા માટે હાલ મન બનાવ્યું છે. દબાણ ન હટે તો તેને દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. આ અગાઉ દબાણકારોને સ્વેચ્છાએ હટી જવા પણ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાતોરાત પાણીની લાઇન નાખી દેવામાં આવી હતી. ચૂંટણી સમયે કરવામાં આવેલી આ પ્રવૃતિ પછી લાંબા સમય સુધી પાલિકાને પોલીસ બંદોબસ્ત ન મળતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર બાદ પાણીની લાઇન કાઢી લેવા માટે પોલીસ બંદોબસ્ત મળતાં પગલા ભરાયા હતા. જોકે, જવાબદાર કોણ છે તેની સામે કોઇ જ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.

દબાણશાખા પર જ આવતું પ્રેસર

પાલિકાની દબાણશાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં થયેલા આડેધડ દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. દબાણશાખા પણ કેટલીક વખત તેની ઉપર આવતા રાજકીય કે અન્ય પ્રેસરને કારણે દબાણકારોને ઘુંટણીયે પડી જતી હોય તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. ખાસ કરીને મોટા ગજાના નેતાઓના ઇશારે થયેલા દબાણ દૂર કરવા માટે પગલા ભરવામાં આવતા નથી. માત્ર સામાન્ય લોકોના દબાણ દૂર કરવા માટે કાફલો દોડી જતો હોય છે. અન્ય સંજોગમાં એકબીજાને ખો આપવાની નીતિ પણ અપનાવીને સમય પસાર કરવાનું પણ પસંદ કરવામાં આવતું હોવાનો ચણભણાટ અવારનવાર અગાઉ ઉઠ્યો છે. પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત પણ દબાણ કારો સામે શરમ ભરતા હોય તેવી છાપ ઉપસી રહી છે.

X
પોસ્ટ ઓફિસ પાસેના દબાણ દૂર કરવા ઓપરેશન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App