Home » Gujarat » Bhuj » Gandhidham » બેંકીંગ સર્કલ પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત બાદ બોલાચાલી

બેંકીંગ સર્કલ પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત બાદ બોલાચાલી

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

ગાંધીધામના બેંકિગ સર્કલ વિસ્તારમાં કાર અને મોટરસાઈકલ વચ્ચે ટક્કર બાદ ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનો...

  • બેંકીંગ સર્કલ પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત બાદ બોલાચાલી
    ગાંધીધામના બેંકિગ સર્કલ વિસ્તારમાં કાર અને મોટરસાઈકલ વચ્ચે ટક્કર બાદ ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનો વીડીયો કોઇએ લઈ સોશ્યલ મીડીયામાં ફેલાવતા તે વાઈરલ થયો હતો. જોકે પોલીસ સુધી બબાલ પહોંચી ન હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

    ગાંધીધામના સતત વ્યસ્ત રહેતા અને બેંકોથી ઘેરાયેલા હોવાના કારણે બેંકિંગ સર્કલ તરીકે લોકમુખે ચડેલા વિવેકાનંદ સર્કલ પાસે શનિવારના બપોરે કાર અને બાઈક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેના કારણે બાઈક ચાલક પડી ગયો હતો અને તેને સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ ત્યારબાદ બંન્ને વચ્ચે ઉગ્ર રકઝક ચાલતા સ્થળ પર ટોળુ એકત્ર થઈ ગયુ હતુ અને ટ્રાફીક જામ જેવી સ્થીતી સર્જાઈ હતી. જોકે ઘટના અંગે પોલીસ ચોપડે કશુ ચડવા પામ્યું નહતંુ.

    અકસ્માત બાદ રકઝકને કારણે ટ્રાફિક જામ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ