Home » Gujarat » Bhuj » Gandhidham » સુંદરપુરીમાં લીકેજથી પાણીનો થયો બગાડ

સુંદરપુરીમાં લીકેજથી પાણીનો થયો બગાડ

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

ગાંધીધામ-આદિપુરમાં હાલ પાણીની તંગી શરૂ થઇ છે. ઉનાળાના પહેલા જ શરૂ થયેલા આ વાતાવરણ વચ્ચે શહેરના જુદા જુદા...

  • સુંદરપુરીમાં લીકેજથી પાણીનો થયો બગાડ

    ગાંધીધામ-આદિપુરમાં હાલ પાણીની તંગી શરૂ થઇ છે. ઉનાળાના પહેલા જ શરૂ થયેલા આ વાતાવરણ વચ્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આવા સંજોગો વચ્ચે કેટલાક વિસ્તારમાં પાઇપલાઇનના લીકેજને કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. સુંદરપુરી વિસ્તારમાં પણ આવી સ્થિતિ તાજેતરમાં ઉભી થતાં શહેરીજનોમાં રોષની લાગણી જન્મી છે.

    શહેરમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલન રાખીને પાણીની સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોની બીજી બાજુ જોવામાં આવે તો કેટલીક ખામીઓને કારણે પાલિકાને વગોવાવું પડે તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. પાણીના લીકેજ શોધીને તેની મરંમત માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ હાલ સુંદરપુરી વિસ્તારમાં થઇ રહેલા પાણીના બગાડને કારણે પાલિકા પર આ વિસ્તારના લોકો માછલા ધોઇ રહ્યા છે. વળી, આ જ વોર્ડમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પાલિકાના સભ્ય તરીકે પણ યથાવત હોઇ તેની જવાબદારી વધી જાય છે.

    રસ્તા પર પાણીના ખાબોચીયા ભરાયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ