ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આદિપુરમાં વોલ્ટેજ વધતાં 50થી વધુ મકાનોના વીજ ઉપકરણો બળી ગયા

    આદિપુરમાં વોલ્ટેજ વધતાં 50થી વધુ મકાનોના વીજ ઉપકરણો બળી ગયા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 18, 2018, 04:05 AM IST

    આદિપુર વોર્ડ 4/બીમાં વીજ વોલ્ટેજમાં વધારો થતાં 50થી વધુ નાગરીકોના વીજ ઉપકરણો બળી ગયા હતા. આ બાબતે નાગરીક દ્વારા વીજ...
    • આદિપુરમાં વોલ્ટેજ વધતાં 50થી વધુ મકાનોના વીજ ઉપકરણો બળી ગયા
      આદિપુરમાં વોલ્ટેજ વધતાં 50થી વધુ મકાનોના વીજ ઉપકરણો બળી ગયા
      આદિપુર વોર્ડ 4/બીમાં વીજ વોલ્ટેજમાં વધારો થતાં 50થી વધુ નાગરીકોના વીજ ઉપકરણો બળી ગયા હતા. આ બાબતે નાગરીક દ્વારા વીજ કંપનીમાં ફરિયાદ કરીને પગલા ભરવા માગણી કરી છે.

      આદિપુરના 4/બીમાં રહેતા રહીશોએ પીજીવીસીએલના જુનિયર એન્જીનીયરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, તા.15ના બપોર 12.30 આસપાસ વોલ્ટેજ વધી જતાં વિજળીના ઉપકરણો ટી.વી. ,રેફ્રીજરેટર, પાણીની મોટર, મોબાઇલ ફોન, સેટઅપ બોક્સ બળી જતાં 50 થી વધુ લોકોને હજારથી માંડી એક લાખ સુધીનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. વીજ ઉપકરણો બળી જતાં થયેલ નુકશાનને કારણે નાગરીકોમાં રોષની લાગણી જન્મી છે. ઉલ્લેખનીય છે કે, આદિપુર સહિત ગાંધીધામમાં પણ અવારનવાર જુદા જુદા વિસ્તારમાં વીજ વોલ્ટેજની વધઘટને કારણે નાગરીકોને વીજ ઉપકરણો નુકશાનીનો સામનો કરવો પડે છે. વીજ કંપની દ્વારા આ બાબતે તપાસ કરાવીને જરૂરી પગલા ભરવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે.

      ગ્રાહક સુરક્ષામાં મામલો લઇ જવાશે

      રહીશોના જણાવ્યા મુજબ વીજ કંપનીની બેદરકારીને કારણે થયેલી આ નુકશાનીનું વળતર મેળવવા અને ભવિષ્યમાં વીજ કંપની દ્વારા કોઇ સ્થળે બેદરકારી દાખવવામાં ન આવે તે માટે આગામી દિવસોમાં આ મુદ્દો ગ્રાહક સુરક્ષામાં લઇ જવામાં આવશે. ગ્રાહકોને પડેલા નુકશાન પછી વીજ કંપની દ્વારા કેવું હવે વલણ દાખવવામાં આવે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં વાયરીંગ લટકતા રહેતા હોવાથી વોલ્ટેજ વધી જવાની ઘટના અગાઉ પણ બની છે. અને પગલા ભરવા વીજ કંપનીને જાણ કરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આદિપુરમાં વોલ્ટેજ વધતાં 50થી વધુ મકાનોના વીજ ઉપકરણો બળી ગયા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `