Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ઈફ્કો કંડલા પ્લાંટમાં પોલ્યુશન મોનીટરીંગ સીસ્ટમ લગાવાશે

ઈફ્કો કંડલા પ્લાંટમાં પોલ્યુશન મોનીટરીંગ સીસ્ટમ લગાવાશે

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

કંડલા અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોની આંખમાં બળતરા થતી હોવાની ફરીયાદ ઉગ્ર બનતા પ્રદુષણ વિભાગ અને પોર્ટ...

  • ઈફ્કો કંડલા પ્લાંટમાં પોલ્યુશન મોનીટરીંગ સીસ્ટમ લગાવાશે

    કંડલા અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોની આંખમાં બળતરા થતી હોવાની ફરીયાદ ઉગ્ર બનતા પ્રદુષણ વિભાગ અને પોર્ટ પ્રશાસન દ્વારા આ અંગે તપાસ કરતા આ સમસ્યાનું સર્જન ઈફ્કો પ્લાંટ કે તેની આસપાસથી થતુ હોવાનું બહાર આવ્યુ હતુ. જે અંતર્ગત ઈફ્કો પ્લાન્ટ ખાતેજ વિશેષ પ્રદુષણ માપક યંત્ર લગાવવાની કવાયત ધરાઈ છે.

    કંડલા અને તેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય રોજ લોકોની આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જે અંગે સ્થાનીકો અને શાળામાંથી વારંવાર રાવ ઉઠતા કોઇ કામગીરી પ્રદુષણ વિભાગ દ્વારા કે પોર્ટ પ્રશાસન દ્વારા કરાઈ નહતી. પરંતુ પુર્વ સાંસદ પુનમબેન જાટ દ્વારા આ અંગે ફરિયાદ કરતા હરકતમાં આવેલા પ્રશાસને ક્યાં કારણૉસર આંખો બળી રહિ છે તે માટે અલગ અલગ સ્થળો પર જઈને તપાસ કરી હતી. અંતે ઈફ્કો પ્લાન્ટ તરફથી આ પ્રકારનું રાસાયણીક પ્રદુષણ આવતુ હોવાનું સ્પષ્ટ થતા પ્રશાસન દ્વારા તેના અધિકારીઓ સાથે બેઠક કરી સ્થીતીનો ચીતાર લીધો હતો. આ અંગે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના પર્યાવરણ વિભાગના અધિકારી રાજેંદ્ર પ્રસાદે જણાવ્યુ હતુ કે ઈફ્કો પ્લાંટમાં વિશેષ મોનીટરીંગ કરતુ યંત્ર લગાવવામાં આવનાર છે. થોડા સમય તેનું એનાલીસીસ કર્યા બાદ તેમાંથી આવતા રીપોર્ટ અનુસાર આગળની કાર્યવાહિ કરવામાં આવશે. આ અંગે ઈફ્કો કંડલાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેના તમામ આધીકારીત લેન્ડલાઈન નંબર બંધ આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending