Home » Gujarat » Bhuj » Gandhidham » ગેસ સીલીન્ડરના વધુ રૂપિયા લેતા વિરોધ કરાયો

ગેસ સીલીન્ડરના વધુ રૂપિયા લેતા વિરોધ કરાયો

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

આદિપુરમાં ગેસ સીલીન્ડરના ભાવો ગ્રાહક પાસેથી લેવામાં ગફલત કરીને મુળ કિંમત કરતા 5 રુપીયા જેટલા વધુ લેવામાં આવતા...

  • ગેસ સીલીન્ડરના વધુ રૂપિયા લેતા વિરોધ કરાયો
    આદિપુરમાં ગેસ સીલીન્ડરના ભાવો ગ્રાહક પાસેથી લેવામાં ગફલત કરીને મુળ કિંમત કરતા 5 રુપીયા જેટલા વધુ લેવામાં આવતા હોવાનો આરોપ ઉઠવા પામ્યો છે. આ અંગે સ્થાનીકોએ રજુઆત કરતા સંચાલક અને ઉપભોક્તા વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જ્યાં ઉજ્જ્વળા યોજના દ્વારા ઘરે ઘરે ગેસ સીલીન્ડર પહોંચડાવાનો વ્યાપ સરકાર વધારી રહિ છે તો બીજી તરફ તેનો ઉપયોગ કરતા લોકોમાં તેની કિંમતને લઈને વિવાદ સર્જાતો રહે છે. આદિપુરમાં આવેલી ગેસ એજન્સી દ્વારા 744 હોવા છતા પુરા 750 લેવાનો અભીગમ દાખવતા સ્થાનીકોએ વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગેસના ભાવમાં અવારનવાર ગ્રાહકો સાથે રકઝકના બનાવો એજન્સીના લોકો સાથે બનતા હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ