ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પાટણના બનાવ સંદર્ભે રવિવારે ગાંધીધામ દલિત સમાજની રેલી

    પાટણના બનાવ સંદર્ભે રવિવારે ગાંધીધામ દલિત સમાજની રેલી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 18, 2018, 04:05 AM IST

    પાટણમાં દલિત પરીવારને જમીન આપવામાં થયેલા વિલંબ પછી તાજેતરમાં અગ્નિસ્નાન કરીને શખ્સ દ્વારા આત્મઘાતી પગલું...
    • પાટણના બનાવ સંદર્ભે રવિવારે ગાંધીધામ દલિત સમાજની રેલી
      પાટણના બનાવ સંદર્ભે રવિવારે ગાંધીધામ દલિત સમાજની રેલી

      પાટણમાં દલિત પરીવારને જમીન આપવામાં થયેલા વિલંબ પછી તાજેતરમાં અગ્નિસ્નાન કરીને શખ્સ દ્વારા આત્મઘાતી પગલું ભરવું પડ્યું હતું. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગાંધીધામના દલિત સમાજ દ્વારા આગામી રવિવારે જવાબદારો સામે પગલા ભરાય તે સહિતના મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવેદન પત્ર આપીને સમાજની લાગણી પહોંચડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

      પાટણમાં થયેલા બનાવના રાજ્યભરમાં પ્રત્યાઘાત પડી રહ્યા છે. ગાંધીધામમાં પણ આ બાબતે પડેલા પ્રત્યાઘાત બાદ ભાનુભાઇ વણકરના આત્મવિલોપનના અનુસંધાને દલિત સમાજ નવી સુંદરપુરી તલાવડી વિસ્તાર દ્વારા એ ડીવીઝનના પીઆઇને આવેદન પત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પોલીસ અધિકારીની મંજુરી માગવા માટે પણ અરજી કરી દેવામાં આવી છે. સવારે 9.30 કલાકે સુંદરપુરીથી રેલી નિકળશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પાટણના બનાવ સંદર્ભે રવિવારે ગાંધીધામ દલિત સમાજની રેલી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `