Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સંકુલમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ

સંકુલમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:05 AM

શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ

  • સંકુલમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ
    હનુમાન જયંતી નિમિત્તે ગાંધીધામ સંકુલમાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી, સુંદરકાંડ, ડાયરો પણ યોજવામાં આવ્યો હતો. આદિપુર અને ગાંધીધામમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું. પાતારીયા હનુમાન મંદિર, નારી ચણીયા હનુમાન મંદિર, રોકડીયા હનુમાન મંદિર, બાવળીયા હનુમાન મંદિર વગેરે સ્થળે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. મોટી સંખ્યામાં બજરંગબલીની ઉપાસના કરી કષ્ટ હરવા પ્રાર્થના કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending