Home » Gujarat » Bhuj » Gandhidham » આરોગ્ય | શરીર સંતુલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આરોગ્ય | શરીર સંતુલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:05 AM

ગાંધીધામ | મારવાડી યુવા મંચ તથા એન.આર. ગુપ્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.4થી 6 સુધી ત્રણ દિવસ માટે શરીર સંતુલન...

  • આરોગ્ય | શરીર સંતુલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
    ગાંધીધામ | મારવાડી યુવા મંચ તથા એન.આર. ગુપ્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.4થી 6 સુધી ત્રણ દિવસ માટે શરીર સંતુલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કંડલા ટીમ્બર એસોસિએશન હોલમાં યોજાનારી શિબિરમાં ત્રણ દિવસ દર્દીને રહેવું જરૂરી છે. સવારે 9.30થી 4.30 સુધી ચાલનારી આ શિબિરમાં ધર્મેન્દ્રભાઇ કનોજીયા તેમની થેરાપી દ્વારા અનેક અસાધ્ય રોગો જેવા કે સાંધાના દુ:ખાવા, વા, સાઇટીકા, ડાયાબીટીશ, ચામડીના દર્દીઓ, સર્વાઇકલની તકલીફ વગેરે બિમારીઓ કોઇપણ જાતની દવા વગર માત્ર આસન દ્વારા રોગમાંથી મૂક્તિ અપાવશે. આ સંસ્થા દ્વારા વર્ષોથી શરીર સંતુલન શિબિર યોજીને સંકુલના લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ