Home » Gujarat » Bhuj » Gandhidham » માર્ચ એન્ડીંગના પગલે કચેરીઓમાં મોડી રાત સુધી ધમધમાટ

માર્ચ એન્ડીંગના પગલે કચેરીઓમાં મોડી રાત સુધી ધમધમાટ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:05 AM

માર્ચ એન્ડીંગના પગલે 31મીના રોજ મોડી રાત સુધી સરકારી, અર્ધસરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળ્યો હતો. આવેલા બીલોનું...

  • માર્ચ એન્ડીંગના પગલે કચેરીઓમાં મોડી રાત સુધી ધમધમાટ
    માર્ચ એન્ડીંગના પગલે 31મીના રોજ મોડી રાત સુધી સરકારી, અર્ધસરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળ્યો હતો. આવેલા બીલોનું પેમેન્ટ કરવા માટે દોડધામ ચાલુ રહી હતી. અટકેલા બીલના ચુકવણા કરવા માટે કેટલાકે સવારથી જ ધામા નાખીને કોઇપણ સંજોગોમાં આજની તારીખમાં બીલનું ચુકવણું થાય તે માટેનો અભિગમ દાખવ્યો હતો. નગરપાલિકા, તાલુકા પંચાયત સહિતની સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓમાં અને બેંકીંગ વર્તુળોમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્રે નમૂનેદાર આ શહેરમાં જુદા જુદા એકમો પણ 31 માર્ચને અનુલક્ષીને બીલના ચૂકવણા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

    પચરંગી વસ્તી ધરાવતા અને ઔદ્યોગિક ક્ષેત્રે સારું એવું નામના પ્રાપ્ત શહેરમાં આવેલા જુદા જુદા ઔદ્યોગિક એકમોની ઓફિસોમાં માર્ચ એન્ડીંગના પગલે બીલ બનાવવાથી માંડીને ચેકથી તેનું પેમેન્ટ કરવા માટેની દોડધામ ચાલુ રહી હતી. નગરપાલિકા કચેરીમાં પણ આજે આખો દિવસ એક બાજુ વેરા વસુલાતની આવક વધુમાં વધુ થાય તે માટે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરવામાં આવ્યા હતા. સાથે સાથે બીજી તરફ કોન્ટ્રાક્ટરોના બીલ તથા અન્યોના પરચુરણ બીલના ચૂકવણા માટે પગલા ભરવામાં આવ્યા હતા. પાલિકા કચેરીમાં સવારથી મોડી રાત સુધી પણ આવો ધમધમાટ ચાલુ રહ્યો હતો. જ્યારે તાલુકા પંચાયતમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. દીન દયાલ પોર્ટમાં પણ મોટી સંખ્યામાં માર્ચ એન્ડીંગના પગલે ચૂકવણા માટેની કામગીરી ચાલુ રહેવા પામી હતી.

    હિસાબના ટાંગામેળની મથામણ

    નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં અંતિમ દિવસે આવેલી ગ્રાન્ટ હિસાબ તથા અન્ય પડતર રહેલા બીલો માટે જે તે પાર્ટીઓ પાસેથી બીલ મંગાવવા માટે પણ પગલા ભરવામાં આવ્યા હતા. જેથી આવેલી ગ્રાન્ટનો હિસાબ થઇ શકે. ગ્રાન્ટ સમયસર વપરાય નહીં તો પરત જતી હોય જુની તારીખમાં પણ જરૂર પડ્યે હિસાબના ટાંગામેળ કરીને બીલ બનાવી દેવા માટેની પદ્ધતિ અજમાવવામાં આવશે, તેવી શક્યતા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ