Home » Gujarat » Bhuj » Gandhidham » નિલકંઠ ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ટકરાશે

નિલકંઠ ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ટકરાશે

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:05 AM

ગાંધીધામ સીટી ટ્રાફીક પોલીસ સતર્ક થઇ નિયમસર વાહનો ચાલે તે માટે જરૂરી જગ્યાઓ પર કોરીડોર પણ લગાવાયા City...

 • નિલકંઠ ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ટકરાશે
  કેડીઆરસીએ દ્વારા સંકુલના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે. તા.4થી આઠ સુધી ચાર દિવસ સૌરાષ્ટ્ર કચ્છની 16 લીડીંગ જીતી શકે તેવી ટીમમાંથી આઠની બોલાવીને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત આવું આયોજન કચ્છમાં થઇ રહ્યું છે જેમાં 30 ઓવરની મેચ રમાડવામાં આવશે અને આઠમીએ ફાઇનલ મેચ રમાશે. મેચમાં રણજી ટ્રોફિ રમેલા ખેલાડીઓ પણ ભાગ લે તેવી શક્યતા છે.

  કેડીઆરસીએ દ્વારા કરવામાં આવેલા આયોજન અંગે શેખર અયાચીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત સ્ટાર ખેલાડીઓ કચ્છમાં આવશે. આઇપીએલ અને એક્ષામ શરૂ થઇ રહી છે તે ઓછા સમયમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટથી કચ્છના ઇતિહાસમાં નવું સોપાન સર્જાશે. રણજી ટ્રોફિના ઇન્ટરનેશનલ ખેલાડીઓને જોઇને ઉભરતા ક્રિકેટરોને શીખવાની ઉજળી તક મળશે અને સારી પ્રેક્ટ્રીસ કરવા મળશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ ગાંધીધામની આ ટુર્નામેન્ટની નોંધ લેનાર છે. તેથી ખેલાડીની પસંદગીમાં મદદરૂપ થઇ શકાશે. આઠ ટીમની બાર લીડ મેચ રમાડવામાં આવશે. ડીપીએસ, ઇફ્કો, રતનાલ અને દીન દયાલ ટ્રસ્ટના ચેર મેદાનો પર એક જ દિવસમાં ચાર મેચ સાથે રમાડવામાં આવશે તે ગુજરાતમાં રેકોર્ડ હશે. 12મી મેચ લીગ પુરી કરી ચાર ટીમ સેમીફાઇનલમાં પસંદ થતાં ઇફ્કો, ડીપીએસમાં ક્રિકેટ રમાડવામાં આવશે. ફાઇનલ મેચ તા.8મીના ડીપીએસના મેદાનમાં રમાડવામાં આવશે. સામાન્ય રીતે 20 ઓ‌વરની મેચ રમાડવામાં આવતી હોય છે પણ પ્રેક્ટીસ સારી થાય તે માટે 30 ઓવરની મેચ રમાડવામાં આવશે. બીસીસીઆઇના નિયમ મુજબ રમાડવામાં આવનાર મેચમાં દરેક મેચમાં ખેલાડીઓને સ્વચ્છતાનો સંપર્ક લેવડાવવામાં આવશે. એમ્પાયર પણ ક્વોલીફાઇડ હશે. જયદેવ શાહ, સુધાંસુ કોટક વગેરે પણ આ ટુર્નામેન્ટમાં આવશે. ક્રિકેટ સાથે સમાજને સારો નાગરીક આપવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. ખેલાડીઓને રહેવા- જમવાની તમામ સુવિધાઓ મફતમાં પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે સંજય ગાંધી, શરદ શેટ્ટી, રામકરણ તિવારી વગેરે હાજર રહીને પુરક માહીતી પુરી પાડી હતી.

  માહિતી અપાઇ

  રણજી ટ્રોફિના કયા ખેલાડીઓ આવી શકે તેમ છે?

  ટુર્નામેન્ટમાં રણજી ટ્રોફિ રમેલા ખેલાડીઓ આવી શકે તેમ છે તેમાં ચીરાગ જાની, સેલડોન જેકશન, દિવ્યરાજસિંહ ચૌહાણ, વિશ્વરાજસિંહ જાડેજા, સાન્ડીલ્ય માંકડ, ડી. જાડેજા, એસ. પટેલ, સમરર્થ વ્યાસ, ધર્મેન્દ્ર જાડેજા, સ્નેહલ પટેલ વગેરેનો સમાવેશ થાય છે.

  30 વર્ષ માટે મેદાન અપાય તો સારું ડેવલોપમેન્ટ

  સૌરાષ્ટ્ર કચ્છની જે ટીમો આવનાર છે તેમાં કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વેરાવળ, પોરબંદર, ભાવનગર અને ગોંડલનો સમાવેશ થાય છે. આયોજકોએ આપેલી માહિતી મુજબ હાલ એસોસિએશનને ગ્રાઉન્ડ એક વર્ષ માટે આપ્યું છે તે પણ લીઝ પર હોવાથી ડેવલોપ કરી શકાય તેમ નથી. 30 વર્ષ માટે જો મેદાન આપવામાં આવે તો તેને સારી રીતે ડેવલોપ કરીને ગાંધીધામમાં ઇન્ટરનેશનલ કક્ષાનું મેદાન બનાવવા પણ તૈયારી છે. અગાઉ થોડા સમય પહેલા નિરંજનભાઇ શાહ અત્રે આવ્યા હતા ત્યારે તેની પાસે ગ્રાઉન્ડ માટે માગણી પણ કરવામાં આવી હતી અને તેને સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ