• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આઠ માસ બાદ આખરે ટ્રાફીક સિગ્નલ ચાલુ કરવા કવાયત શરૂ

આઠ માસ બાદ આખરે ટ્રાફીક સિગ્નલ ચાલુ કરવા કવાયત શરૂ

આઠ માસ બાદ આખરે ટ્રાફીક સિગ્નલ ચાલુ કરવા કવાયત શરૂ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:05 AM IST
ગાંધીધામ શહેરમાં લાગેલા ટ્રાફીક સિગ્નલ આઠ માસ બંધ રહ્યા બાદ આખરે તેને ચાલુ કરવા કવાયત શરૂ કવામાં આવી છે,તો સિટિ ટ્રાફીક પોલીસના કર્મીઓ પણ શિસ્ત બધ્ધ ટ્રાફીક નિયમન કરાવતાં અવારનવાર ટ્રાફીક જામથી અને આડેધડ ચાલતા વાહનવ્યવહારથી પરેશાન લોકોને રાહત થશે.

આ બાબતે વાત કરતાં સિટિ ટ્રાફીક પીએસઆઇ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે,જે કંપનીને મેન્ટેનન્સની કામગીરી સોંપાઇ છે તે કંપનીના એન્જિનિયરો આ સિગ્નલ ચાલુ કરવાની કામગીરી કરી રહ્યા છે અને સિગ્નલ ચાલુ થવાથી શિસ્તબધ્ધ ટ્રાફિક નીયમન થશે અને સિટિ ટ્રાફીક પોલીસના કર્મીઓ પણ સતત નિયમન કરાવશે ત્યારે શહેરના લોકોનો સહકાર પણ જરૂરી છે અને ટ્રાફીકના નીયમન માટે લોકો તરફથી કોઇ સજેશન હશે તો પણ આવકાર્ય છે,સાત માસથી આ ટ્રાફીક સિગ્નલ ચાલુ થવાથી ટ્રાફીકજામ થઇજવાની જે પરેશાની હશે તે દુર થશે.

સમસ્યાનો હલ હવે હાથવેતમાં આવશે

ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગ પર સમસ્યા

ગાંધીધામથી આદિપુર અને આદિપુરથી ગાંધીધામ અવરજવર કરવા માટે મહત્વના બનેલા ટાગોર માર્ગ પરના ઓસ્લો સર્કલ પર સિગ્નલ બંધ રહેતા ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર સર્જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વાહનચાલકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે.

X
આઠ માસ બાદ આખરે ટ્રાફીક સિગ્નલ ચાલુ કરવા કવાયત શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી