• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • પાણીનો બગાડ | પાલિકાનો ચેપીરોગ રેલવે પ્રશાસનને પણ લાગ્યો

પાણીનો બગાડ | પાલિકાનો ચેપીરોગ રેલવે પ્રશાસનને પણ લાગ્યો

લોકસુવિધા | 70 લાખના ખર્ચે બનાવેલા ત્રણ બગીચાની રીબીન કોણ કાપશે? ભાજપની ખટપટથી લોકસુવિધા ટલ્લે : સંકુલમાં...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:05 AM
પાણીનો બગાડ | પાલિકાનો ચેપીરોગ રેલવે પ્રશાસનને પણ લાગ્યો
ગાંધીધામ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં નગરપાલિકાની નિંભર નીતિને કારણે પાણીનો બગાડ થઇ રહ્યો છે. કરકસરભર્યો પાણીનો ઉપયોગ કરવાની વાતો તંત્ર વાહકો કરે છે પરંતુ હકીકતે જોઇએ તેવા નક્કર પગલા ભરવામાં આવતા નથી. જેને કારણે શહેરના જુદા જુદા વિસ્તારમાં મોંઘાભાવનું પાણી વેડફાઇ રહ્યું છે. નગરપાલિકા દ્વારા પાણીના લિકેજ માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું નથી. જેને કારણે ઠેર ઠેર આવા પ્રશ્નો ઉભા થાય છે. દરમિયાન પાલિકાનો ચેપીરોગ રેલવે પ્રશાસનને પણ લાગ્યો હોય તેમ તાજેતરમાં રેલવે કોલોની ડબલ એસ-એ, વિસ્તાર પાસે પાણીની લાઇન લીકેજ થતાં અંદાજે 25થી 30 ફુટ ઉંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો અને હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. આ કોલોનીમાં અંદાજે એક હજાર જેટલા લોકોને પીવાના પાણી માટે પાણીની લાઇન નાખવામાં આવી છે. હાલ રાજ્યમાં પાણીની તંગીને કારણે પાણીનો બગાડ ન થાય તે માટે સરકાર પણ કટીબદ્ધ છે.

X
પાણીનો બગાડ | પાલિકાનો ચેપીરોગ રેલવે પ્રશાસનને પણ લાગ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App