Home » Gujarat » Bhuj » Gandhidham » હવે માન કંપનીના કોટિંગ પ્લાન્ટમાં આગ: 3 દાઝ્યા

હવે માન કંપનીના કોટિંગ પ્લાન્ટમાં આગ: 3 દાઝ્યા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:05 AM

ઓવરલોડ ગાડીઓ ટ્રાન્સપોર્ટર વીજપાસરના રસ્તે પસાર કરાવતા માર્ચના અંતમાં આગના બનાવો વધી ગયા બે દિવસ...

  • હવે માન કંપનીના કોટિંગ પ્લાન્ટમાં આગ: 3 દાઝ્યા
    અંજાર તાલુકાના ખેડોઇ નજીક આવેલી માન ઇન્ડ્રસ્ટ્રીઝના કોટિંગ પ્લાન્ટમાં વહેલી સવારે લાગેલી આગમાં કંપનીના ત્રણ કર્મચારીઓ દાઝી ગયા હતા,હજી બે દિવસ પહેલાં જ આ કંપનીના આઠ એકરમાં ફેલાયેલા સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી અને બે દિવસના ગાળામાં આ જ કંપનીના કોટિંગ પ્લાન્ટમાં આગ લાગતાં અનેક તર્ક વિતર્કો થયા હતા.

    આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,શનિવારે સવારે 6 વમગ્યાના સુમારે માન ઇન્ડ્રસ્ટ્રીઝના કોટીંગ પ્લાન્ટમાં કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક આ પ્લાન્ટમાં આગ લાગતાં કામ કરી રહેલા મોટી ખેડોઇના રાણાભાઇ સોમાભાઇ રબારી,અંજારના સવાસર નાકે રહેતા નન્દ દીનાનાથસીંઘ તથા ગાંધીધામના ગણેશનગરમાં રહેતા નવિન જગનનાથ કુમાર નામના કર્મચારીઓ દાઝી જતાં તાત્કાલિક તેમને આદિપુરની ખાનગી હોસ્પીટલ સારવાર માટે ખસેડાયા હતા આ બાબતે ડોફમીલન પટેલે ભુવડ પોસ્ટના એએસઆઇ વાલાભાઇ આહીરને ફોન કરતાં આગળની તપાસ હાથ ધરી હતી.કોટિંગ પ્લાન્ટમાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ હતી પરંતુ ત્રણ કર્મચારીઓ દાઝી ગયા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે હજી બે દિવસ પુર્વે જ આ જ કંપનીના આઠ એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી અને ચાર ફાયર ફાઇટર કામે લાગ્યા હોવા છતાં આગ માંડ કાબુમાં આવી હતી ત્યાં આજે ફરી આ જ કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાનો બનાવ બનતા લોકોમાં અનેક તર્ક વિતર્ક થયા હતા,વળી માર્ચના અંતમાં હમેંશા આગના બનાવો અને તેમાં પણ આવી કંપનીઓમાં ખાસ આ સમયગાળા દરમિયાન આગના બનાવો વધી જતા હોય છે તેવી ચર્ચાઓ પણ લોકોમાં સંભળાઇ હતી.આગ કયા કારણે લાગી એ તપાસનો વિષય છે પરંતુ સદ્દભાગ્યે આ આગમાં દાઝેલા ત્રણ કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે પણ ભાનમાંછે અને મોટી દુર્ઘટના ટળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ