4 દિવસમાં 13 ઓવરલોડ ટ્રેઇલર ડિટેઇન

ઓવરલોડ ગાડીઓ ટ્રાન્સપોર્ટર વીજપાસરના રસ્તે પસાર કરાવતા માર્ચના અંતમાં આગના બનાવો વધી ગયા બે દિવસ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:05 AM
4 દિવસમાં 13 ઓવરલોડ ટ્રેઇલર ડિટેઇન
ગાંધીધામ | સામખીયાળી પોલીસે વિજપાસર અને આધોઇ વચ્ચે એક જ ટ્રાન્સપોર્ટરના 13 ઓવરલોડ ભરેલા ટ્રેઇલરો ડીટેઇન કરી પાવતી પકડાવતાં ટ્રાન્સપોર્ટરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.નવા આવેલા પીએસઆઇ બી.ડી.જીલેરીયાએ આવતાવેંત ઓવરલોડીંગ ગાડીઓ ભરતા ટ્રાન્સપોર્ટરો સામે લાલ આંખ કરી છે જેમાં ચાર્જ સંભાળ્યા બાદ ચાર દીવસમાં જ એક જ ટ્રાન્સપોર્ટરના 13 ઓવરલોડ ભરેલા ટ્રેઇલરો પકડી પાવતી આપી દંડ ફટકાર્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ ,ઓવરલોડીંગ ગાડી ભરાતી હોવાની અનેક ફરીયાદોને ધ્યાનમાં લઇ પીએસઆઇ જીલેરીયા,હેડ કો્નસ્ટેબલ ભરતભાઇ જાદવ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીની ટીમે 3 દિવસ સતત પેટ્રોલિંગ કરી વિજપાસર અને આધોઇ વચ્ચે જતા સીંગલપટ્ટી રોડ પરથી ઓવરલોડ માલ ભરી જઇ રહેલા 13 જેટલા એક જ ટ્રાન્સપોર્ટરના ટ્રેઇલરોને ડિટેઇન કરી કાયદેસર કાર્યવાહી કરી હતી અને ઓવરલોડિંગ મુજબ 20 થી 25 હજારનો દંડ ભરાવ્યો હતો,આ તમામ ટ્રેઇલરો મીત ટ્રાન્સપોર્ટના હોજાનું જાણવા મળ્યું હતું.

X
4 દિવસમાં 13 ઓવરલોડ ટ્રેઇલર ડિટેઇન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App