ભચાઉમાં નજીવી બાબતે 4 શખસોએ યુવાનને માર્યો

રસ્તો આપવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુખ રાખી છરી અને લાકડી વડે હુમલો કરાયો

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:05 AM
ભચાઉમાં નજીવી બાબતે 4 શખસોએ યુવાનને માર્યો
ભચાઉના કોર્શીયલ કોમ્પલેક્ષ નજીક રસ્તો આપવા બાબતે ચાર શખસોએ યુવાન ઉપર છરી અને લાકડી વડે હુમલો કર્યાની ફરિયાદ ભચાઉ પોલીસમાં નોંધાઇ છે.

આ બાબતે પીએસઓ હસમુખભાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,ભચાઉના નગરપાલિકાના કોમર્શીયલ કોમ્પલેક્ષમાં આવેલી મોબાઇલની દુકાન સામે રસ્તો આપવાની નજીવી બાબતે ભચાઉના સીતારામપુર વીસ્તારમાં રહેતા 36 વર્ષીય દિલિપ રામજી કોલી ઉપર ભચાઉના મણીનગર વિસ્તારમાં રહેતા ખોડા લાખા કોલી,નિલેશ ખોડા કોલી,પ્રવીણ નારાણ કોલી અને છગન ગણેશા કોલીએ રસ્તા બાબતે થયેલી બોલાચાલીનું મનદુખ રાખી ભુંડી ગાળો આપી પ્રવીણ નારાણ કોલીએ હાથમાં છરી મારી હતી અને છગન ગણેશા કોલીએ લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી.ભચાઉ પોલીસે ફરિયાદના આધારે એએસઆઇ રતુભાઇને આગળની તપાસ સોંપી છે.

X
ભચાઉમાં નજીવી બાબતે 4 શખસોએ યુવાનને માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App