અંજાર બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ ઝબ્બે

અંજાર બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ ઝબ્બે

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:05 AM IST
ગાંધીધામ : અંજારના મહાદેવનગર ખાતે આવેલા મોબાઇલ કંપનીના ટાવરમાંથી બે દિવસ પહેલાં ચોકીદાર પર હુમલો કરી કારમાં આવેલા છ શખસોએ કરેલી બેટરી ચોરીનો ભેદ અંજાર પોલીસે ઉકેલ્યો હતો અને પાંચ ચોરાઉ બેટરી સાથે ત્રણ શખસોની અટક કરી હતી.

આ બાબતે અંજાર પોલીસે આપેલી વિગતો મુજબ,બે દિવસ પહેલાં અંજારના મહાદેવ નગર વિસ્તારમાં આવેલા મોબાઇલ કંપનીના ટાવરમાંથી કારમાં આવેલા છ શખસોએ રૂ.45,000ની બેટરીની ચોરી કરી હતી અને તેને રોકવા જનાર ચોકીદાર પર હુમલો કરી નાસી ગયા હતા આ બનાવના બે દિવસમાં જ પીઆઇ બી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન અલીશા જુસબશા શેખ,રહીમશા જુશબશા શેખ અને ઇમામશા આમદશા શેખ એમ ત્રણ શખસોની અટક કરી હતી તેમની પાસેથી પાંચ ચોરાઉ બેટરી પણ મળી આવી હતી અને પ્રાથમીક પુછપરછમાં આ ટોળકીએ 9 થી 10 જગ્યાએ બેટરીઓ ચોરી હોવાનું કબુલ્યુ઼ છે.અત્રે ઉલ્લેખનિય છે કે સુગારીયાની સીમમાંથી પણ મોબાઇલ કંપનીના ટાવરમાંથી રૂ. 60 હજારની કિંમતની બેટરી ચોરાઇ હોવાની ફરીયાદ અંજાર પોલીસમાં નોંધાઇ છે.

જુની દુધઇમાં પણ 15 હજારની કિંમતની 5 બેટરીઓ ચોરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ

જુની દુધઇમાં પણ મોબાઇલ કંપનીના ટાવરમાંથી તા.24 માર્ચના બપોરે બે થી 25 માર્ચના સવારે પાંચ વાગ્યાના આરસામાં રુ.15 હજારની કીંમતની પાંચ બેટરીની ચોરી થયાની ફરીયાદ મેઘપર બોરીચીમાં રહેતા રઘુભા જીલુભા ઝાલાએ દુધઇ પોલીસમાં નોંધાવી છે.

X
અંજાર બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી