• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • અંજાર પુષ્કર્ણા બ્રાહ્મણનો સમુહ લગ્નોત્સવ

અંજાર પુષ્કર્ણા બ્રાહ્મણનો સમુહ લગ્નોત્સવ

અંજાર પુષ્કર્ણા બ્રાહ્મણનો સમુહ લગ્નોત્સવ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:05 AM IST
અંજારના ટાઉનહોલ ખાતે પુષ્કર્ણા બ્રાહ્મણ મહા સંસ્થાન દ્વારા આયોજિત સમુહલગ્ન અને યજ્ઞોપવિત ઉત્સવમાં 3 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા અને 18 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી.

આ કાર્યક્રમની શરૂઆત નારાયણ સરોવર જાગીર મહ઼ત આનંદલાલજી મહારાજ,દિનેશભાઇ રાવલ,ત્રીકમદાસજી મહારાજ તથા કિર્તીદાસજી મહારાજે દિપ પ્રાગ્ટય દ્વારા કરી આશીર્વચન પાઠવ્યા હતા. મુખ્ય અતિથિ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પુર્વ ચેરમેન ભરત શાહ, પુષ્કર્ણા સમાજના પ્રમુખ શૈલેશભાઇ હર્ષ, ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇ હર્ષ, કચ્છ જિલ્લા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના પ્રમુખ અજય જોષી, ભુજ સમાજના પ્રમુખ મનોજભાઇ હર્ષ વગેરે હાજર રહ્યા હતા.

X
અંજાર પુષ્કર્ણા બ્રાહ્મણનો સમુહ લગ્નોત્સવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી