તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લિક્વીડ સ્ટોરેજની ક્ષમતા વધીને થશે 37 લાખ કિ.લી.

લિક્વીડ સ્ટોરેજની ક્ષમતા વધીને થશે 37 લાખ કિ.લી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટ ટ્રસ્ટમાં આવનારા કાર્ગોમાં લીક્વીડ કાર્યોનો જથ્થો સર્વાધીક હોય છે. ક્રુડ, ઇડેબલ ઓઈલના જથ્થાના વેસલ એક બાદ એક અહી લાંગરે છે જેના થકી દેશભરમાં પાઈપલાઈન તથા અન્ય ટ્રાન્સપોર્ટ સહિતના માધ્યમોથી તેને પહોંચાડવામાં આવે છે. કેપીટી દ્વારા છેલ્લા દસ વર્ષેથી પોતાનોજ કાર્ગો હેન્ડલીંગનો પાછલો રેકોર્ડ તોડવાના પ્રયાસોના ભાગ રુપે છેલ્લે મળેલી બોર્ડ બેઠકોમાં લીક્વીડ સ્ટોરેજ કેપીસીટી વધારવા જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી કરાઈ હતી. જેના પરીણામ સ્વરુપ મોટા પ્રમાણમાં લીક્વીડ સ્ટોરેજ ટેંક્સ ઉભા થઈ ચુક્યા છે જે ટુંક સમયમાં કાર્યાન્વિત થઈ જશે. જેનો સીધો લાભ કંડલાને અન્ય પ્રાઈવેટ પોર્ટ સાથેની હરીફાઈમાં પગ વધુ ઉંડા ખોડવામાં મદદરૂપ થશે.

કંડલા પોર્ટની હાલની લીક્વીડ સ્ટોરેજ ક્ષમતા જો પબ્લિક સેક્ટરને બાકાત રાખવામાં આવે તો કુલ 24 લાખ કિલોલીટરની છે. જેમાં નિર્માણ થઈ ઉભેલા લીક્વીડ કાર્ગો ટેંક્સની 13 લાખ કિલોલીટર ક્ષમતાને ઉમેરતા કંડલા પોર્ટની લીક્વીડ કાર્ગો ક્ષેત્રની સ્ટોરેજ કેપીસીટી વધીને 37 લાખ કિલોલીટર થઈ જશે. નિર્માણ પામી ચુકેલા ટેંક્સ ટુંક સમયમાં કાર્યાન્વિત થવાના છે ત્યારે તેના કારણે અહિ આવતા લીક્વીડ કાર્ગો ધરાવતા જહાજોને વધુ લાઈનો મળતા સહુલીયત મળશે, તો સ્ટોરેઝ રેટમાં ઘટાડો થશે જેથી આયાતકારો અન્ય ખાનગી પોર્ટ્સની સરખામણીએ ઓછા ચાર્જીસ અને મોટી સ્ટોરેજ ક્ષમતા ધરાવતા કેપીટીને પસંદ કરે તેની સંભાવના વધી જાય છે. સ્પર્ધાત્મક યુગમાં પોર્ટ્સ પણ હરણફાળથી બાકાત નથી ત્યારે ઉપભોક્તાઓને કેન્દ્રમાં રાખીને પોલીસી નીર્માણ કરવાના અભિગમને બળ મળ્યુ છે. કંડલા પોર્ટના ટ્રાફિક મેનેજર મુકેશ બાલાણીએ જણાવ્યુ હતુ કે કેપીટી કાર્ગો હેન્ડલીંગ અને સ્ટોરેજ ક્ષેત્રે વિકસી રહ્યુ છે ત્યારે વધુમાં વધુ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વેગવાન બનાવાયા છે. સ્ટોરેઝ કેપીસીટીમાં વધારાથી પોર્ટ્સ યુઝર્સ સામે કેપીટી એક સક્ષમ અને મોટૉ વિકલ્પ બનીને સામે આવશે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

ચાબહાર કરાર હેઠળ આયાત, નિકાસમાં થશે વધારો

ઈરાનનાચાબહાર પોર્ટના વિકાસ માટે જેએનપીટી અને કંડલા પોર્ટના જોઇંટ વેન્ચર ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલને કાર્યભાર અપાયુ છે. જે પ્રોજેક્ટના વિકાસની ગતી મંદ હોવા અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે દિલ્હી ખાતે જણાવ્યું હતું કે પહેલા પ્રોજેક્ટ કેટલીક અડચણોના કારણે ધીમી ગતીએ આગળ વધતો હતો પરંતુ હવે તે અવરોધો સાફ થતા પ્રોજેક્ટ ગતિમાન થયો છે. તાજેતરમાં 300 ટીઈક્યુ ચોખા ભરેલુ જહાજ કંડલાથી ચાબહાર પહોંચ્યું હતું. બંન્ને વચ્ચે કન્ટૅનર સર્વિસની શરૂઆત પણ થઈ ચુકી છે ત્યારે કંડલામાં આયાત, નિકાસમાં પણ વધારો નોંધાશે તેમ જાણકાર વર્તુળોનું કહેવુ છે.

તૈયાર થઇ રહેલા સ્ટોરેજ ટેન્ક્સ

કંડલામાં સ્ટોરેજ દર ઓછા થવાથી ખાનગી પોર્ટ સાથે સ્પર્ધા છતાં આયાતકારો આકર્ષાશે

અન્ય સમાચારો પણ છે...