• Gujarati News
  • National
  • 3 બાળકોની માતા બારાતુ યુવાન સાથે પલાયન

3 બાળકોની માતા બારાતુ યુવાન સાથે પલાયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરખાતે ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાંથી એક પરિણીતા પોતાના પતિની ગેરહાજરીમાં પડાણા પાસે કોઇ બેન્સોમાં કામ કરતા બિહારી યુવક સાથે નાસી જતાં ચકચાર ફેલાઇ હતી. પરિણીતા 4 માસના બાળક સહિત 3 બાળકને પણ ઓરડીમાં છોડી ગઇ હોવાથી લોકોના ભવા ખેંચાયા હતા.

આદિપુર ખાતે વોર્ડ-1/બીમાં રવિવારે સાંજે એક 30 વર્ષીય પરિણીતા કે જેનો પતિ ટ્રેઇલરમાં ક્લીનર તરીકે નોકરી કરે છે અને હાલે નોકરી પર છે, તેણે પોતાનાથી 12 વર્ષ નાના એવા 18 વર્ષીય યુવક સાથે નાસી જવાનું પસંદ કર્યું હતું.

પરિણીતાને સંતાનોમાં 2 પુત્રો અને એક 4 માસની પુત્રી છે, જેને તે પોતાની ઓરડીમાં છોડી ગઇ હતી. મોડે સુધી માતા ઘરે આવતાં બાળકો અકળાયા હતા અને ભૂખના માર્યા પાડોશમાં દોડી ગયા હતા અને ખાવાનું માગતા પાડોશી મહિલાને શંકા જતાં તેણે ઓરડીમાં આવીને જોતાં નાની બાળકો આડીમાં બાંધેલી ચાદરમાં સૂઇ રહી હતી અને તેની બાજુમાં ચીઠ્ઠી પણ પડી હતી. બાદમાં તેણે બાળકોના પિતાને ફોન કરતાં તે સાણંદ હોઇ ત્વરીતે ઘરે આવવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકોને પાડોશીએ સાચવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ત્રણ ત્રણ બાળકોને મુકીને માતા બીજા સાથે ભાગી છુટતા આસપાસના રહીશોમાં આક્રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...