• Gujarati News
  • National
  • વિશ્વકર્મા વંશ એકતા મંચ દ્વારા લોકકલ્યાણકારી અભિગમ

વિશ્વકર્મા વંશ એકતા મંચ દ્વારા લોકકલ્યાણકારી અભિગમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વકર્માવંશ એકતા મંચની મીટિંગ તાજેતરમાં યોજાઇ હતી. જેમાં મુખ્ય ઉદેશ્ય લોક કલ્યાણ, સાર્વજનિક કાર્યો કરવા સાથે દિકરી બચાવો, પર્યાવરણ બચાવો, વ્યસન ત્યજો વગેરે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં લોક કલ્યાણકારી કાર્ય કરવા માટે અગત્યનો કાર્યક્રમ પણ યોજવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

ગુર્જર સુથાર સમાજ, સમસ્ત ગુર્જર લુહાર સમાજ, જાગડ સમાજ, મેવાડા સુથાર સમાજ, સલાટ સુથાર સમાજ વગેરે સમાજના આગેવાનોમાં મોહનભાઇ જાંગીડ, વિજયરાજ જાંગીડ, મૂળરામ જાંગીડ, ઢુંગારામ સુથાર, પ્રદિપભાઇ પરમાર, અનિલભાઇ પરમાર, હરેશ ભાદરીયા, દિપક ભાદરીયા, સુરેશભાઇ પાદરીયા, મુકેશભાઇ દુધૈયા, સુરેન્દ્ર પિત્રોડા, ચંદ્રકાંત પિત્રોડા વગેરે લોકો હાજર રહ્યા હતા. તા.17મી સપ્ટેમ્બરના અગત્યનો કાર્યક્રમ યોજવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું. જેની જાહેરાત હવે કરવામાં આવશે.

જુદા જુદા સમાજના અગ્રણીઓ એક મંચ પર

પર્યાવરણ બેટી બચાવ સહિતના ઉદ્દેશ્યની ચર્ચા કરાઇ

અન્ય સમાચારો પણ છે...