• Gujarati News
  • National
  • મુખ્ય બજારમાં ખુલ્લી ગટરમાં કાર ફસાઇ

મુખ્ય બજારમાં ખુલ્લી ગટરમાં કાર ફસાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકાના ગેરવહીવટને લીધે લોકોને હેરાન-પરેશાન થવું પડે છે, તેવા કેટલાક કિસ્સા અવારનવાર ચમકે છે, પરંતુ પાલિકાના પેટનું પાણી હલતું નથી. ગાંધી માર્કેટ સામે ડ્રેનેજ માટે અન્ડરગ્રાઉન્ડ બનાવેલ ગટરની ગ્રીલ લાંબા સમયથી નીકળી ગઇ છે. અવારનવાર સ્થળે વાહન પાર્કીંગમાં ધ્યાન આપવામાં આવે તો નાના- મોટા અકસ્માતના બનાવ બને છે. બુધવારે ખુલ્લી ગટરમાં કાર ફસાઇ ગઇ હતી. કારનું વ્હીલ ફસાતાં વાહનચાલક મુશ્કેલીમાં મુકાયો હતો. આસપાસના લોકોએ જોર લગાવીને કારને બહાર કાઢતા વાહનચાલકે હાશકારાનો દમ લીધો હતો. તાકીદે સ્થળે લોખંડની ગ્રીલ નાખવા વાહન ચાલકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...