તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારમાં ભેંસની ચોરી મુદ્દે બઘડાટી, મારામારી બાદ સામસામે ફરિયાદ

અંજારમાં ભેંસની ચોરી મુદ્દે બઘડાટી, મારામારી બાદ સામસામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંએકતાનગર ખાતે ભેંસની ચોરી મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી, જે મારામારીમાં ફેરવાઇ ગઇ હતી. બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થતાં, પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. લોકોને પોલીસ સ્ટેશને લવાયા હતા, જ્યાં બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ આપી હતી.

બનાવ સંબંધે રમેશભાઇ ભુરાભાઇ ગોહિલની ફરિયાદ અનુસાર, મંગળવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેમના વાડામાં બાંધેલી ભેંસ (કિંમત 50,000) પોતાના ખુંટા પર હોવાથી ભેંસ ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. બીજા દિવસે હુસેનશા શેખના વાડામાં પોતાની ભેંસ બાંધેલી હોવાનું સામે આવતાં ફરિયાદી પોતાના મિત્રો સાથે ત્યાં ગયેલા અને ભેંસ તેઓની હોવાનું જણાવતાં બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાઇ ગયેલા આરોપીઓ હુસેનશા શેખ, તેનો દીકરો અને 8થી 9 અન્ય ઇસમોએ લાકડી, ધોકા જેવા હથિયારો વચ્ચે હુમલો કરી દીધો હતો, જેના કારણે ફરિયાદી અને તેમની સાથેના મિત્રોને ઇજાઓ પહોંચી હતી. આરોપીઓ વિરૂદ્ધ પોલીસે રાયોટિંગ સહિતના ગુનાઓ સબબ ફરિયાદ નોંધી હતી.

બીજીતરફ હુસેનશા શેખે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ભેંસના મુદ્દે ફરિયાદી, તેમના પુત્ર અને અન્ય લોકો પર હુમલો કરી ઇજાઓ પહોંચાડવા બદલ રેમશ ભુરા સહિતનાઓ વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદમાં પણ રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધ્યા હતા.

જૂથ અથડામણના પગલે કોમી ભડકો સર્જાય માટે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને મામલો સંભાળી લીધો હતો. બાદમાં ઉપસ્થિતો દ્વારા મુજબની રજૂઆતો થતાં પોલીસે તે નકારી કાઢી, ભેંસના મુદ્દે થયેલો ઝઘડો હોવાનું કહી મામલો થાળે પાડી દીધો હતો. ઝઘડામાં જે શખ્સો સામેલ હતા બધાને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અંજારમાં તાજેતરના ભૂતકાળમાં કોમી લાગણીઓના મુદ્દે તનાવ ઉત્પન્ન થયો હતો, જે પોલીસની સમયસૂચકતાના કારણે ગંભીર બન્યા નહોતા.

ચોરાયેલી ભેંસ અન્યના વાડામાં હોવાનું સામે આવતાં થયો ઉગ્ર વિવાદ

અન્ય સમાચારો પણ છે...