• Gujarati News
  • National
  • ‘કૌન બનેગા ગાંધીધામ કા અગલા વિધાયક’ની વેબપોલમાં ગોલમાલ

‘કૌન બનેગા ગાંધીધામ કા અગલા વિધાયક’ની વેબપોલમાં ગોલમાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામવિધાનસભાની ચૂંટણી આડે હજુ ઘણો સમય બાકી છે, તેવા સંજોગોમાં રાજકીય ઢોલ પીટાઇ રહ્યો છે. વેબપોલ થકી ટીખળખોર દ્વારા કૌન બનેલા ગાંધીધામ કા અગલા વિધાયકωના વોટિંગમાં પણ ગડબડ થઇ રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. કાર્યકરો કે લોકોએ જેને મત આપે છે, તેને બદલે બીજાને મત પડી જાય છે, તેવી ગોઠવણ કરવામાં આવી છે. જેના કારણે ભાજપનું મોવડી મંડળ પણ હાલ મૂંઝવણમાં મુકાઇ ગયું છે. ભાજપમાં બાબતે સ્પષ્ટ રીતે બેથી ત્રણ લોબી વચ્ચે આંતરિક ખટપટનું યુદ્ધ પરાકાસ્ટાએ પહોંચી રહ્યું છે.

સોશ્યલ મીડીયામાં શરૂ થયેલી કવાયતથી સ્થાનીક રાજકારણમાં ગરમી આવી છે. ભાજપના કેટલાય કાર્યકરોએ વોટીંગ કર્યાનું બહાર આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીએ આવું કંઇ કરાવ્યું નથી. કાર્યકરોએ દૂર રહેવું. જવાબદારો સામે પગલા ભરાશે.

નામ ટકાવારી

રમેશમહેશ્વરી (ભાજપ) 35

અજીત ચાવડા (કોંગ્રેસ) 8

પૂનમબેન જાટ (ભાજપ) 1

કાનજી ભર્યા (ભાજપ) 3

જયશ્રી ચાવડા (કોંગ્રેસ) 1

નામટકાવારી

કિશોરપિંગોલ (કોંગ્રેસ) 3

નરેશ મહેશ્વરી (કોંગ્રેસ) 2

વાલજી દનિચા (કોંગ્રેસ 3

જેપી મહેશ્વરી (ભાજપ) 42

રામજી ધેડા (ભાજપ) 2

ભાજપ - કોંગ્રેસના નેતાઓના નામ મુકાયા

વેબસાઇટમાંમાત્ર ભાજપના આગેવાનોના નામ મૂકવામાં આવ્યા નથી, પરંતુ કોંગ્રેસના પણ આગેવાનોના નામ મુકાયા છે. બુધવારે સાંજે સાત કલાક સુધીમાં થયેલા મતદાનમાં કોને કેટલા મત મળ્યા છે, તે જાણવું રસપ્રદ છે.

અન્ય સમાચારો પણ છે...