Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલા પોર્ટના ત્રણ અધિકારીનો સમયગાળો પુરો થતાં બદલાશે

કંડલા પોર્ટના ત્રણ અધિકારીનો સમયગાળો પુરો થતાં બદલાશે

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:00 AM

દીન દયાલ પોર્ટમાં અધિકારીઓના ચાલતા રાજકારણમાં અવારનવાર પ્રશ્નો પણ કેટલીક વખત ઉભા થયા છે. પોર્ટના વિકાસની વાતો...

  • કંડલા પોર્ટના ત્રણ અધિકારીનો સમયગાળો પુરો થતાં બદલાશે
    દીન દયાલ પોર્ટમાં અધિકારીઓના ચાલતા રાજકારણમાં અવારનવાર પ્રશ્નો પણ કેટલીક વખત ઉભા થયા છે. પોર્ટના વિકાસની વાતો અને સિદ્ધીના બણગા ફુંકવામાં આવે છે હકીકતે કેટલાક ફોલ્ટ દૂર કરવામાં આવે તો હાલ જે સતત 10 વર્ષથી નંબર વન પોર્ટનું બિરૂદ પામેલ છે તેમાં વધુને વધુ સારી કામગીરી થઇ શકે તેમ છે. દરમિયાન પોર્ટમાં રેગ્યુલર ચેરમેનને બદલે હંગામી ચેરમેનને ગોઠવી ચલાવવામાં આવતુ રાજકારણ શરૂ થઇ છે, તેમાં જોવામાં આવે તો સેક્રેટરી કક્ષાના અધિકારીના ઓએસડી બનાવ્યા છે તે સહિતના ટોચના ત્રણ અધિકારીઓની ગમે ત્યારે બદલી તોળાઇ રહી છે.

    પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ રવિ પરમારને ચેરમેન પદે એક્ષટેન્શન મળે તે માટે એક લોબી દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન પણ કરવામાં આવ્યા છતાં તેમાં સફળતા મળી ન હતી. સરકારની પણ અનિચ્છા હોય કે ગમે તે હોય સમયસર અન્ય યોગ્ય અધિકારીને મુકીને પોર્ટને વધુને વધુ સારી રીતે સક્રિય કરીને નમૂનેદાર કામગીરી થકી વિક્રમસર્જક સિદ્ધીઓ હાંસલ કરે તે માટે પ્રયત્ન કરવાને બદલે હાલ પાંચ-છ મહિના સુધી ઇન્ચાર્જ ચેરમેનના હવાલે વહીવટ સોંપી દીધો છે. ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા દ્વારા સેક્રેટરી બિમલ ઝાને ઓએસડી બનાવી દેવામાં આવ્યા છે. કારણ કે, ચેરમેન સાથે સીધા લાઇજનીંગમાં રહેલા આ અધિકારીઓને હવે વાયા ઓએસડી થઇને કામગીરી કરાવવી પડશે. વળી, ઓએસડીએ પણ વખતો વખત પૂછપરછ કરીને અધિકારીઓને જે તે પ્રોજેક્ટ અંગે પુશઅપ કરવા પડશે. આ અધિકારીનો પાંચ વર્ષથી વધુનો સમય અહીં પુરો થઇ રહ્યો હોવાથી તેની ગમે ત્યારે બદલી થઇ શકે તેવું વાતાવરણ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ