Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ધુળેટીના દિવસે બનેલા છેડતીના બનાવમાં ત્રણ સામે પોક્સો

ધુળેટીના દિવસે બનેલા છેડતીના બનાવમાં ત્રણ સામે પોક્સો

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:00 AM

  • ધુળેટીના દિવસે બનેલા છેડતીના બનાવમાં ત્રણ સામે પોક્સો
    લીલાશાહ સર્કલમાં ઉભેલી તરુણી સાથે કરાયો હતો દુરવ્યવહાર

    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામમાં ધુળૅટીના દિવસે લીલાશાહ સર્કલ પર ત્રણ શખ્સો દ્વારા તરુણીની છેડતી કરાયાની ફરિયાદ દાખલ કરાઈ હતી. પોસ્કો તળે ફરીયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય શખ્સોની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. ધુળૅટીના પર્વ નિમીતે સાંજના અરસામાં લિલાશાહ સર્કલ પર સાહેલીઓની રાહ જોઇ રહેલી તરુણી પાસે સુંદરપુરી અને સેક્ટર7 ના રહેવાસી ભરત શીવરામ, રવી મારાજ, કિશન યાદવ ધસી આવી એલફેલ અપશબ્દો બોલી સ્કુટીની ચાવી કાઢી લઈ છેડતી કરી હતી. ઘટનાની ડઘાઈ ગયેલી તરુણીએ વાહન પરથી ઉતરી ત્યારે આરોપી શખ્સોએ ઉઠાવવાનો પ્રયત્ન કરતા સ્થળ પર ઉપસ્થીત અન્ય બે શખ્સોએ મદદે આવી પહોંચી આરોપીઓને તેમ ન કરવાનું કહેતા તેમના વચ્ચે બોલાચાલી બાદ મારામારી સુધીનો ઘટનાક્રમ ઘટ્યો હતો. સમગ્ર ઘટનાક્રમથી ડઘાઈ ગયેલી તરુણીએ ઘરે આ અંગે ભયથી વાત કરી ન હતી, મામલાએ તુલ પકડતા તરુણીએ ઘરે મોડેથી જાણ કરતા બુધવારે પોસ્કોની કલમો તળે ફરિયાદ દાખલ કરાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending