ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મરીન યુનિ. માલસામાન ગોટાળાની તપાસ સોંપાઇ

    મરીન યુનિ. માલસામાન ગોટાળાની તપાસ સોંપાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 08, 2018, 04:00 AM IST

    ગાંધીધામ-આદિપુરમાં વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં અડીખમ મહિલા ગ્રૂપ દ્વારા શરૂ કરવામાં...
    • મરીન યુનિ. માલસામાન ગોટાળાની તપાસ સોંપાઇ
      મરીન યુનિ. માલસામાન ગોટાળાની તપાસ સોંપાઇ
      ગાંધીધામ-આદિપુરમાં વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં અડીખમ મહિલા ગ્રૂપ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનને કારણે તંત્રને કેટલીક વખત પગલા ભરવાની ફરજ પડી રહી હોય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. અગાઉ મરીન યુનિ. કંડલાની બે કરોડની માલસામાનની સગેવગેની ફરિયાદના મુદ્દે સેક્રેટરી સ્તરના અધિકારી સહિત ચારની ટીમ ને તપાસ સોંપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પણ તવાઇ લાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. જુદી જુદી કંપનીઓ સામે પગલા તોળાઇ રહ્યા છે. શિણાય ડમ્પીંગ સાઇટ પર પ્રદૂષણના મુદ્દે પાલિકાને નોટિસ પણ જીપીસીબી દ્વારા પાઠવી હોવાનો પૂર્વ સાંસદે દાવો કર્યો છે.

      પૂર્વ સાંસદ પૂનમબેન જાટ દ્વારા બીન રાજકીય રીતે મહિલા સંગઠન અડીખમ ગ્રૂપ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા પ્રદૂષણ સહિતના જુદા જુદા પ્રશ્નો અંગે જે તે ઓથોરીટીનો કાન પકડીને રજૂઆત કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા ઘન કચરાનો નિકાલ જે રીતે શિણાય સાઇટ પર કરવામાં આવી રહ્યો છે તે અને જુદી જુદી મોટી મોટી કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યાની ફરિયાદ પછી ઉઘણશી ગણાતું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાગ્યું હતું અને પગલા ભરવા માટે મન મનાવ્યું હોય તેવી સ્થિતિ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મરીન યુનિ. માલસામાન ગોટાળાની તપાસ સોંપાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `