• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • હાઉસિંગ બોર્ડમાં દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ હાથ વેંતમાં

હાઉસિંગ બોર્ડમાં દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ હાથ વેંતમાં

ગાંધીધામ શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લે કેટલાક સમયથી દુષિત પાણીની સમસ્યા છે. રહીશો અને આ વિસ્તારના...

DivyaBhaskar News Network | Updated - Mar 08, 2018, 04:00 AM
હાઉસિંગ બોર્ડમાં દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ હાથ વેંતમાં
ગાંધીધામ શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લે કેટલાક સમયથી દુષિત પાણીની સમસ્યા છે. રહીશો અને આ વિસ્તારના નગરસેવકો દ્વારા તબક્કાવાર રજૂઆતો પણ કરવામાં આવ્યા પછી પાલિકા દ્વારા ફોલ્ટ શોધવામાં સફળતા મળ્યા બાદ વિલંબ થયો હતો. આખરે આજે ફોલ્ટ શોધીને મરંમતની કામગીરી શરૂ કરવામાં આવતાં આ વિસ્તારની સમસ્યાનો હલ આવે તેવી સંભાવના ઉભી થતાં રહીશોએ હાશકારો અનુભવ્યો છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ચારેક મહિનાથી દુષિત પાણીની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદનું નિરાકરણ લાવવા માટે રહીશો અને નગરસેવકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ પાલિકાએ પહેલા ધ્યાન આપ્યું ન હતું. ગંભીરતા દાખવવામાં આવી ન હતી ત્યાર બાદ વધારે દેકારો થતાં હરકતમાં આવેલી પાલિકાએ પ્રથમ ફોલ્ટ શોધવાની કાર્યવાહી શરૂ કરી હતી. તેમાં પણ અઠવાડીયું દશ દિવસ કાઢી નાખ્યું. ત્યાર બાદ હવે જેટીંગ મશીન લાવીને ખાડા ખોદી ફોલ્ટ શોધવામાં આવ્યા બાદ તેની મરંમતની કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી.

ડ્રેનેજ લીકેજ પાછળ લાખોનું આંધણ

ગાંધીધામ-આદિપુરમાં આડેધડ કરવામાં આવેલા દબાણને કારણે કેટલીક વખત સમસ્યાઓ વકરી રહી છે. ડ્રેનેજની નવી લાઇન નાખવામાં પણ આ પરીબળે ખાસ્સો એવો ભાગ ભજવ્યો છે. કેટલાક વિસ્તારમાં ડ્રેનેજની લાઇન નાખવામાં દબાણ અડચણરૂપ બની ગયા છે. હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે.

X
હાઉસિંગ બોર્ડમાં દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ હાથ વેંતમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App