Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સુંદરપુરીના લોકોનો મોરચો દુષિત પાણી મુદ્દે ધસી આવ્યો

સુંદરપુરીના લોકોનો મોરચો દુષિત પાણી મુદ્દે ધસી આવ્યો

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:00 AM

ગાંધીધામ નગરપાલિકાના રેઢીયાળ વહીવટને કારણે અનેકવિધ પ્રશ્નો ઉભા થાય છે. એક બાજુ લાખો રૂપિયાના ખર્ચે લોકોને...

 • સુંદરપુરીના લોકોનો મોરચો દુષિત પાણી મુદ્દે ધસી આવ્યો

  ગાંધીધામ નગરપાલિકાના રેઢીયાળ વહીવટને કારણે અનેકવિધ પ્રશ્નો ઉભા થાય છે. એક બાજુ લાખો રૂપિયાના ખર્ચે લોકોને સુવિધા આપવા માટે વિકાસ કામોની બૂમરાડ સત્તાપક્ષ દ્વારા બોલાવવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ જરૂરીયાત મુજબની સુવિધાઓ પણ આપવામાં કેટલાક સ્થળે સુધરાઇ ઉણી ઉતરી રહી હોય તેવી સ્થિતિ છે. નવી સુંદરપુરી વિસ્તારમાં પાણી મળતું ન હોવા અને કેટલાક સ્થળે દૂષિત પાણી આવી રહ્યું છે તે મુદ્દે ફરીયાદ કરવામાં આવ્યા છતાં કોઇ હલ ન આવતાં આજે પાલિકા કચેરીએ રહીશોએ હલ્લાબોલ કર્યો હતો. પાલિકા પ્રમુખને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી તાકીદે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માગણી કરી હતી.

  સત્તાપક્ષના નેતાઓના પેટનું પાણી ન હલતાં લોકોને આગામી દિવસોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવીસ્થિતિ ઉભી થાય તો નવાઇ નહીં. નવી સુંદરપુરી વિસ્તારમાં લાઇન નાખવામાં આવ્યા પછી તેનું બૂરાણ કરવામાં ન આવ્યા સહિતના મુદ્દે કેટલાક વિસ્તારમાં પાણીની સાથે ગટરની લાઇન ભળી ગઇ હોય તેવી સ્થિતિને પગલે દુર્ઘંધયુક્ત પાણી આવી રહ્યું છે. જ્યારે કેટલીક શેરીઓમાં તો પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ વિસ્તારના રહીશોનો મોરચો પાલિકા કચેરીએ ઘસી આવી પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાને ઉગ્ર રજૂઆત કરી હતી. જેના પગલે કાર્યવાહી કરવા માટે પ્રમુખે ખાતરી આપી હતી.

  અમને સુવિધા આપવામાં કેમ આવતી નથી

  પાણીની તંગીનો પ્રશ્ન હલ થતો નથી

  ગાંધીધામ- આદિપુરમાં પીવાનું પાણી પહોંચાડવામાં પાલિકાના નેતાઓમાં પાણી ન હોય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો કે પાવર કાપના સમયે લોકોને પાણી પહોંચાડવું મુશ્કેલીરૂપ બની રહ્યું છે. જેનું નિરાકરણ લાવવા માટે પાલિકા પાસે કોઇ હાલના તબક્કે આયોજન હોય તેવું જણાતું નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending