Home » Gujarat » Bhuj » Gandhidham » ગંગાનાકા પાસેથી અંગ્રેજી દારૂ પકડાયો

ગંગાનાકા પાસેથી અંગ્રેજી દારૂ પકડાયો

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:00 AM

અંજાર પોલીસે બુધવારે કરેલી બે કાર્યવાહિમાં અંગ્રેજી અને દેશી બંન્ને પ્રકારના દારુને પકડી પાડયા હતા. એક દરોડામાં...

  • ગંગાનાકા પાસેથી અંગ્રેજી દારૂ પકડાયો
    અંજાર પોલીસે બુધવારે કરેલી બે કાર્યવાહિમાં અંગ્રેજી અને દેશી બંન્ને પ્રકારના દારુને પકડી પાડયા હતા. એક દરોડામાં ત્રણ અંગ્રેજી દારુની બોટલ સાથે એક ઝડપાયો હતો જ્યારે બીજા કિસ્સામાં દેશી દારૂ ઝડપાયો હતો પરંતુ શખસ ફરાર થવામાં સફળ રહ્યો હતો.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંજારના ગંગાનાકા પાસેથી અંજાર પોલીસે વિમલ જયંતીભાઈ હડીયા (સોરઠીયા) (ઉ.વ.23) (રહે. વિજયનગર, અંજાર) ને 3 અંગ્રેજી દારુની બોટલ સાથે પકડી પાડ્યો હતો. તો બીજી કામગીરીમાં પોલીસે દબડા વિસ્તારના મફતનગરમાં રહેણાક મકાનમાં દરોડૉ પાડતા સ્થળ પરથી 14 લીટર દેશી દારુ મળી આવ્યો હતો. પરંતુ આરોપી ડોસા દેવરાજ ગઢવી સ્થળ પર ન મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ આદરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ