Home » Gujarat » Bhuj » Gandhidham » ભીમાસર નજીક માલગાડીની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત

ભીમાસર નજીક માલગાડીની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:00 AM

35 વર્ષના યુવાનની ઓળખ થઈ શકે તેવું કાંઈ ન મળ્યું ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ ગાંધીધામથી ભીમાસર વચ્ચેના રેલવે...

  • ભીમાસર નજીક માલગાડીની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત
    35 વર્ષના યુવાનની ઓળખ થઈ શકે તેવું કાંઈ ન મળ્યું

    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામથી ભીમાસર વચ્ચેના રેલવે પાટાઓ પરથી બુધવારના સવારે રેલવે પોલીસને મ્રુત હાલતમાં યુવાન પડ્યો હોવાની જાણકારી મળી હતી. તપાસમાં ગત રાત્રે માલગાડીની અડફેટૅ યુવાનનું આવી જતા મોત નિપજ્યાનું સામે આવી રહ્યુ છે ત્યારે અંદાજે 35 વર્ષેની ઉંમર ધરાવતા યુવાનની ઓળખ થઈ શકી નથી. જે કોઇ તેને ઓળખતુ હોય તેને રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે.

    ગાંધીધામ રેલવે પોલીસ સ્ટૅશનના સુત્રોએ જણાવ્યુ હતુ કે બુધવારે ગાંધીધામથી ભીમાસર જતા વચ્ચે આવતા 230 ક્રમાંક નં. ધરાવતા ખુલ્લા ફાટક પાસેથી યુવાનનો મ્રુતદેહ મળી આવ્યો હતો. પ્રાથમીક તપાસમાં તે મંગળવારના મોડી રાત્રે પસાર થતી માલગાડીની અડફેટૅ આવી જતા મોત નિપજ્યુ હોવાનું જાણવા મળે છે. અંદાજે 35ની આસપાસની વય ધરાવતા આ યુવાને કાળા રંગનું ટીશર્ટ અને ખાખી રંગનું પેન્ટ તથા પગમાં બુટ પહેર્યા છે. દાઢી ધરાવતા આ યુવાનનાએક હાથમાં કડુ અને બીજા હાથમાં ઘડીયાલ પહેરેલુ છે, પરંતુ તેની પાસેથી કોઇ પર્સ, મોબાઈલ કે ઓળખ થઈ શકે તેવી વસ્તુ કે કાગળ મળી આવ્યો નથી. મ્રુતદેહને પીએમ માટૅ રામબાગ હોસ્પીટલમાં રાખવામાં આવ્યુ છે ત્યારે જો કોઇને આ યુવાન વિશે માહિતી હોય તો રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે. રેલવે પોલીસ દ્વારા સ્થળની આસપાસના ઉધોગોમાં પુછપરછ અને તપાસ કરાઈ હતી પરંતુ કોઇ સગડ મળ્યા નહતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ