Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » હાઇવે પર રોકટોક વગર બોર નાખવાની શરૂ થઇ કામગીરી

હાઇવે પર રોકટોક વગર બોર નાખવાની શરૂ થઇ કામગીરી

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:00 AM

ગાંધીધામ નગરપાલિકાની મંજુરી વગર જ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં બોર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોય...

  • હાઇવે પર રોકટોક વગર બોર નાખવાની શરૂ થઇ કામગીરી
    ગાંધીધામ નગરપાલિકાની મંજુરી વગર જ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં બોર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે. પરવાનગી વગર થઇ રહેલા આ બોરને કારણે પાણીની સ્થિતિ બગડે તેવી પણ શક્યતા છે. નગરપાલિકા કચેરીથી હાઇવે તરફ જતા રસ્તા પર જ બોર બનાવવાની કામગીરી એક કંપની દ્વારા કરવામાં આવતા શહેરીજનોમાં આશ્ચર્યની લાગણી જન્મી હતી.

    શહેરમાં થોડા સમય પહેલા મુખ્ય બજારમાં એક વેપારી દ્વારા મંજુરી વગર બોર બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવતા ઉહાપોહ થયો હતો. પરંતુ પાલિકાએ કોઇ જ કાર્યવાહી કરી હોય તેવું બહાર આવ્યું ન હતું. તંત્રની મંજુરી વગર આડેધડ બોર બનાવવાની કામગીરીને કારણે જમીનના તળમાંથી પાણી વધુ ખેંચાય તેવી સ્થિતિ પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. બોર બનાવવા માટે કોની મંજુરી લેવી તે અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. હવે આ બાબતે પાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત રીતે પ્રયત્ન કરીને પાણી પુરવઠા બોર્ડને સાથે રાખી કાંઇક ઉકેલ લાવે તે જરૂરી છે.

    હાઇવે પર ચાલી રહેલી બોર બનાવવાની કામગીરી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending