Home » Gujarat » Bhuj » Gandhidham » ઓસ્લો સર્કલ પર ચક્કાજામ કર્યા

ઓસ્લો સર્કલ પર ચક્કાજામ કર્યા

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:00 AM

પાટણ ખાતે કલેક્ટર કચેરીમાં દલિતોના હક્કની લડાઇમા સ્વ.ભાનુભાઇ વણકરે આત્મવીલોપન કર્યા બાદ તેમનું નિધન થતાં...

  • ઓસ્લો સર્કલ પર ચક્કાજામ કર્યા
    પાટણ ખાતે કલેક્ટર કચેરીમાં દલિતોના હક્કની લડાઇમા સ્વ.ભાનુભાઇ વણકરે આત્મવીલોપન કર્યા બાદ તેમનું નિધન થતાં ગાંધીધામ દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ સુંદરપુરીમાંથી દલિત સમાજની રેલી નિકળી હતી. રેલી ઓસ્લો સર્કલ પર લોકોએ ચક્કાજામ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. થોડોક સમય ચક્કાજામ કરતાં પોલીસ તંત્ર ધંધે લાગી ગયું હતું. સમજાવટ બાદ કર્યા બાદ સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે મામલતદાર મારફત મુખ્યમંત્રી વિજય રૂપાણીને માગણી સ્વરૂપે આવેદન પાઠવી જો માંગ સંતોષાશે નહી તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ દલિત સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.

    પાટણમાં આત્મવિલોપનના બનેલા બનાવમાં સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સંકુલમાં પણ તેની અસર જોવા મળી હતી. સુંદરપુરીમાંથી દલિત સમાજની રેલીની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ રવિવારે સવારના 9.30 કલાક આસપાસ રેલી નિકળી હતી. સૂત્રોચ્ચાર, સાથે ન્યાયની માગણી કરતી આ રેલી ઓસ્લો સર્કલે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં રેલીમાં ઉમટેલા લોકોએ ચક્કાજામ કરી રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર સુધી લાગણી પહોંચે તે હેતુથી વિરોધ સ્વરૂપે કરવામાં આવેલા ચક્કાજામને કારણે પોલીસ કાફલોએ આગેવાનોને સમજાવીને મામલો થાળે પાડ્યા બાદ રેલી અહીંથી આગળ વધી હતી.

    ભાનુભાઇ વણકર અમર રહો, સમાજને ન્યાય આપવામાં આવે

    માગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન

    દલિત સમાજના અગ્રણી સોમાભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગાંધીધામ દલિત સમાજે મુખ્યમંત્રીને કરેલી માંગણીઓમાં,સમગ્ર ગુજરાતમાં મહેસૂલી કાયદાઓની જોગવાઇ મુજબ સાંથણીઓમાં સરકારી પડતર જમીન ફાળવવાની યોજનાને ભાનુભાઇ વણકર સરકારી પડતર જમીન ફાળવણી યોજના નામથી તાત્કાલીક ધોરણે દરેક જિલ્લાઓમાં તમામ સરકારી પડતર જમીન ભુમી વિહોણા અનેસાથે જો આ માંગ નહીં સતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન દલિત સમાજ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ